ભ્રષ્ટાચાર, હિંસા અને બીમાર ભૂમિ બન્યું કેરળ : શાહ

ભ્રષ્ટાચાર, હિંસા અને બીમાર ભૂમિ બન્યું કેરળ : શાહ
દક્ષિણમાં શાહે ફૂંક્યું ચૂંટણીનું રણશિંગુ
ત્રિવેન્દ્રમ, તા. 8 : દક્ષિણ ભારતના રાજ્યો કેરળ અને તમિલનાડુમાં પણ વિધાનસભા ચૂંટણી થવાની છે. તેવામાં ગૃહમંત્રી અમિત શાહે તમિલનાડુના કન્યાકુમારીમાં આજે રોડ શો કર્યો હતો. ત્યારબાદ કેરળ પહોંચ્યા હતા. જ્યાં શાહ ત્રિવેન્દ્રમાં આયોજીત એક ચૂંટણી રેલીમાં સામેલ થયા હતા.
અમિત શાહે રેલીમાં કહ્યું હતું કે, ભાજપના ચૂંટણી પ્રચારમાં નારો હશે મોદી કે સાથ નયા કેરળ. શાહે તિરુવનંતપુરમમાં શ્રી રામાકૃષ્ણા આશ્રમની પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન શાહ આશ્રમના સંતોને મળ્યા હતા. ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહ ત્રિવેન્દ્રમની રેલીમાં સામેલ થયા હતા. આ દરમિયાન મંચ ઉપર મેટ્રો મેન ઈ શ્રીધરન સહિત કેરળ ભાજપના ઘણા નેતા હાજર રહ્યા હતા.
તિરુવનંતપુરમમાં ભાજપની કેરળ વિજય યાત્રામાં અમિત શાહે કહ્યું હતું કે તેઓ ચૂંટણી અભિયાન શરૂ કર્યું છે. આ ભગવાન પદ્મનાભની ભૂમી છે. ત્યાં આવીને ખૂબ જ ખુશ છે. પરંતુ હવે આ ભૂમિ ભ્રષ્ટાચાર, રાજનીતિક હિંસાની ભૂમિ બની ગઈ છે.
ભાજપની કેરળ વિજય યાત્રાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું હતું કે, કેરળમાં વિજય યાત્રાએ 950 કિમીની સફર પુરી કરી છે. આ યાત્રામાં 65 રેલી અને ઘણા પ્રોગ્રામ કરવામાં આવ્યા છે. જેમાં ઈ શ્રીધરન, હાઈકોર્ટના જજ અને અન્ય લોકો પક્ષમાં સામેલ થયા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer