હું કોબરા છું, હક્કની રક્ષા કરીશ: મિથુન

હું કોબરા છું, હક્કની રક્ષા કરીશ: મિથુન
ભાજપમાં જોડાયા બાદ ફિલ્મ અભિનેતાનો મંચ પરથી હુંકાર
કોલકત્તા, તા.7: બંગાળના રાજકારણમાં એક મહત્ત્વના ઘટનાક્રમમાં ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તી રવિવારે  ભાજપમાં જોડાઈ ગયા અને બ્રિગેડ ગ્રાઉન્ડમાં વડાપ્રધાનની રેલીના મંચ ઉપર ઉપસ્થિત રહ્યા હતા.
મિથુનની આ બીજી રાજકીય ઇનિંગ છે. અગાઉ તે એપ્રિલ ર014માં ટીએમસીથી રાજ્યસભા પહોંચ્યા હતા. ભગવો ખેસ ધારણ કર્યા બાદ મિથુને મંચ ઉપરથી હુંકાર ભર્યો કે જે તમારો હક્ક છીનવશે, હું તેની સામે ઉભો રહી જઈશ. હું 18 વર્ષનો હતો ત્યારથી ગરીબોની મદદ કરવા ઈચ્છતો હતો. આજનો દિવસ મારા માટે સ્વપ્ન જેવો છે. મમતા બેનર્જીનું નામ લીધા વિના મિથુનને બહારી અને પોતાના મામલે જવાબ આપ્યો કે બંગાળમાં રહેતો દરેક વ્યક્તિ બંગાળી છે. અમે ગરીબો માટે કામ કરવા ઈચ્છીએ છીએ. હું જે બોલું છું તે કરું છું, હું પાણીનો સાપ નથી કોબરા છું. એક ડંખ અને તમે ફોટો બની જશો.�.
ટેડ્રોસે બ્રાઝિલની સ્થિતિ પર વિશેષ ચિંતા વ્યક્ત કરી હતી. ત્યાંના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ કોરોનાથી જોડાયેલા પ્રતિબંધોને બિનજરૂરી લેખાવ્યા હતા. ટેડ્રોસે કહ્યું કે બ્રાઝિલની સ્થિતિમાં કોઈ ફરક પડતો જણાતો નથી. અમને લાગે છે કે બ્રાઝિલની સરકારે આને ગંભીરતાથી લેવું જોઈએ.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer