રેડ બોલ અને રેડ પિચ આ વખતે બે દિવસમાં ટેસ્ટ સમાપ્ત થશે નહીં

રેડ બોલ અને રેડ પિચ આ વખતે બે દિવસમાં ટેસ્ટ સમાપ્ત થશે નહીં
ભાર્ગવ પરીખ
અમદાવાદમાં પિન્ક બોલથી રમાયેલી ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેનો ડે-નાઇટ ટેસ્ટ બે દિવસમાં પૂરો થતા ભારે વિવાદ સર્જાયો હતો. હવે આજથી શરૂ થનારી મેચ રેડ બોલથી રમાશે અને રેડ પીચ પર જ રમાશે. પરંતુ આ મેચ બે દિવસમાં પૂરી નહીં થાય કારણ કે આ વખતે પીચ બનાવતા હેવી રોલર ફેરવવાની સાથે ગઇ વખતની જેમ ડસ્ટિંગ બોલની સમસ્યા નહીં આવે જેથી મેચ વધુ દિવસ રમાશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પિન્ક બોલ મેચ બે દિવસમાં સમાપ્ત થતા ભારે વિવાદ સર્જાયો હતો. હવે અંતિમ ટેસ્ટ પણ રેડ પીચ પર જ રમાશે. જે 11 પૈકીની બીજી પીચ હશે. 22 યાર્ડની આ આ પીચ પર આ વખતે ખાસ કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીંની માટી આ વ ખતે બે માઇક્રોનની રાખવામાં આવી છે એટલે બોલ ડસ્ટિંગની સમસ્યા નહીં થાય. બે માઇક્રોનની માટીને કારણે પીચ પ્રમાણમાં સખત બને છે એટલું જ નહીં રમતના આગળના દિવસે જે પાણી છાંટવામાં આવે છે એ ઉંડું ઉત્તરે છે અને ઘાસ પણ વધુ આવતું નથી. જેના કારણે પ્રથમ દિવસે પેસ બોલરને ફાયદો થઇ શકે છે. આ પીચમાં કલે, સ્લીટ અને રેતીનું મિશ્રણ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે. એમાં કલેની માત્રા 55થી 60%ની આસપાસ છે, જ્યારે પીચનું પી/એચ 6 થી 7% છે અને હાર્ડ સેન્ડ (ભારે માટી)નું પ્રમાણ 1% છે. જેથી પિન્ક બોલમાં ડસ્ટિંગ બોલની સમસ્યા બેટસમેનને નડતી હતી એ નહીં નડે. સ્પિનર બોલ નાખે એની હાથની મૂવમેન્ટ પરથી બોલ જજ થઇ શકતો ન હતો અને બોલ સ્ટ્રેટ રહેવાને કારણે એલ.બી.ડબલ્યુ. વધારે થાય, આ પીચમાં હવે એ સમસ્યા નહીં રહે એટલે આ મેચ બે દિવસમાં પૂરી નહીં થાય. એટલું જ નહીં ઇંગ્લેન્ડ અમદાવાદની પીચનો સ્વભાવ જોઇ એક  સ્પિનર પર વધુ મદાર રાખશે. જ્યારે આ રેડ પીચ બોલરની જેમ બેટ્સમેનને પણ ફાયદો કરાવશે, આ ઉપરાંત આઉટફિલ્ડનું ઓછા ગ્રાસનું બનાવ્યું છે એટલે રન પણ વધુ થશે.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer