ટર્નિંગ પિચ પરનો દેકારો બંધ કરો અને ડિફેન્સથી રમો : કોહલી

ટર્નિંગ પિચ પરનો દેકારો બંધ કરો અને ડિફેન્સથી રમો : કોહલી
ભારતની સ્પિનરોને મદદગાર પિચોની  ટીકા કરનારાઓને આડે હાથ લેતો કપ્તાન
અમદાવાદ, તા.3: ભારતીય કપ્તાન વિરાટ કોહલએ ઇંગ્લેન્ડ વિરૂધ્ધના ચોથા ટેસ્ટ પૂર્વે દેશમાં સ્પિનરોને માફક આવતી પિચો વિશે થઇ રહેલા સતત સવાલોના જવાબમાં કહ્યંy કે આવા બધા દેકારા બંધ કરો અને પોતાના ડિફેન્સ કરો અને મેચ રમો. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે મોટેરામાં ગુલાબી દડાથી ત્રીજા ટેસ્ટમાં ટર્નિંગ પિચ પર ભારતે ઇંગ્લેન્ડની ટીમને ફકત બે દિવસની અંદર હાર આપી હતી. એના થોડા દિવસ પહેલા ચેન્નાઇમાં પણ આવી જ પિચ પર ઇંગ્લેન્ડને બીજા ટેસ્ટમાં કારમી હાર આપી હતી. મોટેરામાં અક્ષર અને અશ્વિનની સ્પિન જોડી ઇંગ્લેન્ડની ટીમ બન્ને દાવમાં 112 અને 81 રન જ કરી શકી હતી. જ્યારે ચેન્નાઇમાં તેણે 134 અને 164 રન કર્યાં હતા.
કોહલીએ આજે ચોથા ટેસ્ટ પૂર્વેની પત્રકાર પરિષદમાં જણાવ્યું કે સ્પિન ફ્રેંડલી પિચો પર હંમેશા વધુ દેકારો અને વધુ ચર્ચા થતી રહી છે. મને ભરોસો છે કે આપણું મીડિયા એ વિચારોનું ખંડન કરવાની સ્થિતિમાં છે કે ફકત સ્પિન વિકેટની ટીકા કરવી ખોટી વાત છે. તો એ સંતુલિત વાતચીત બની રહેશે.
કોહલીએ ત્રીજા ટેસ્ટમાં મોટેરાની પિચ પર નિષ્ફળતા માટે બેટધરોની ટેકનીક જવાબદાર ઠેરવી હતી. તેણે કહ્યંy એ દુર્ભાગ્યપૂર્ણ છે કે દરેક સ્પિન પિચના રાગ સાથે રમે છે. જો તમે ચોથા કે પાંચમા દિવસે જીત મેળવો તો કોઇ ચર્ચા થતી નથી. પણ જો બે દિવસમાં મેચ સમાપ્ત થાય તો દરેક આ મુદ્દો ચગાવે છે.
કેપ્ટન કોહલીએ ન્યુઝીલેન્ડમાં ભારતીય ટીમને મળેલી એક હારને યાદ કરી હતી. જેમાં ઝડપી બોલરોની મદદગાર પિચ પર ભારતીય ટીમ સંઘર્ષ કરી રહી હતી. ત્યારે અમે ત્રીજા દિવસે 36 ઓવરની અંદર હારી ગયા હતા. ત્યારે તમામે પિચની નહીં બેટસમેનોની ટેકનીકની ટીકા કરી હતી. આથી પિચની ફરિયાદ કરતા પરિસ્થિતિ અનુસાર રમવું જરૂરી છે. અમે કયારે પણ કોઇ પિચ વિશે ફરિયાદ કરી નથી.
ઇંગ્લેન્ડની રોટેશન પોલિસીનું સમર્થન કરતો કોહલી
ભારતીય સુકાની વિરાટ કોહલીએ જૈવિક રૂપથી સુરક્ષિત માહોલ (બાયો બબલ)ના સમયમાં ઇંગ્લેન્ડની ટીમની રોટેશન પોલિસીની તરફદારી કરી છે. કોહલી કહે છે કે હાલ બાયો બબલ ખેલાડી માટે અનિવાર્ય બન્યું છે ત્યારે વચ્ચે વચ્ચે બ્રેક લેવો ખોટો વિચાર નથી. કારણ કે બાયો બબલમાં જે રીતે નિયમોનું પાલન કરવાનું હોય છે ત્યારે કેટલીક ચીજ નિરસ બની જાય છે. ખેલાડી માનસિક થાક વધુ અનુભવે છે. મારું માનવું છે કે બ્રેક જરૂરી છે.જો કે કોહલી કહે છે કે રોટેશનો પોલિસી માટે બેંચ સ્ટ્રેન્થ મજબૂત હોવી જરૂરી છે.
કુલદીપ યાદવ ટીમની યોજનાનો હવે હિસ્સો કેમ નહીં તેવા સવાલ પર કેપ્ટને કહ્યંy કે આ બધું સંયોજન આધારિત હોય છે. એક સમયે તેણે ચહલ સાથે લિમિટેડ ઓવર્સમાં ઘાતક જોડી બનાવી હતી પણ હવે તે ટીમની પહેલી પસંદ નથી. કુલદીપ શ્રેષ્ઠ બોલિંગ કરી રહ્યો છે. અમારી ટીમ સંતુલિત છે. જો રવીન્દ્ર ન રમી રહ્યો હોય તો ત્રીજા સ્પિનર તરીકે કુલદીપને તક આપવાની સંભાવના વધે છે. હાલ અમે અશ્વિન સાથે વોશિંગ્ટન અને અક્ષરને રમાડી રહ્યા છીએ. આ બધું સંયોજન પર નિર્ભર કરે છે. આ તકે કોહલીએ પુજારાની શ્રેણીમાં નિષ્ફળતાનો બચાવ કર્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer