વડોદરામાં સોની પરિવારનો આપઘાતનો પ્રયાસ: 1 બાળક સહિત 3ના મૃત્યુ

વડોદરામાં સોની પરિવારનો આપઘાતનો પ્રયાસ: 1 બાળક સહિત 3ના મૃત્યુ
પરિવારના સભ્યોએ ઝેરી દવા પીધા બાદ જાતે જ પોલીસને જાણ કરી: 3 લોકો હજુ સારવારમાં
વડોદરા, તા.3:  (ફૂલછાબ ન્યુઝ) વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં એક સોની પરિવારે ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પરિવારના 3 સભ્યોના મોત થયા છે. જ્યારે 3ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવારાર્થે ખસેડવામાં આવ્યા છે.
સ્વાતિ સોસાસટીમાં રહેતા સોની પરિવારના નરેન્દ્ર સોની, ભાવિન સોની, દીપ્તિ સોની, રિયા સોની, ઉર્વશી સોની સહિતના 6 લોકોએ જંતુનાશક દવા પી લીધી હતી. જેમાં એક બાળકી તેના પિતા મળીને 3 લોકોના મોત થયા છે.
સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીના સી-13 નંબરના મકાનમાં રહેતા આખા પરિવારે જંતુનાશક દવા ગટગટાવી મોતને વ્હાલું કરવા પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક તારણમાં પરિવારજનોએ આર્થિક તંગીના કારણે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ પોલીસને થતાં ઉચ્ચ પોલીસના કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને ઝેરી દવા પીને 6 લોકોએ આપઘાત કરવાનો પ્રયાસ કરાયો હોવાનું જાણવા મળી રહી છે. બીજી બાજુ પોલીસ આ કેસમાં ઝિણવટપૂર્વક તપાસ કરી રહી છે અને કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.  વડોદરામાં બનેલી આ ઘટનામાં 1 વૃદ્ધ, 1 બાળક અને 1 મહિલાનું મોત થઈ ચૂક્યું છે. જ્યારે 3 લોકોને સારવાર અર્થે એસએસસી  હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાની માહિતી પોલીસને મળતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસને હજુ સુધી આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે પરિવારના 6 સભ્યોએ દવા પીધા બાદ જાતે જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. હાલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer