પોસ્ટ ખાતેદારોને એકસ્ટ્રા ચાર્જનો ડામ

પોસ્ટ ખાતેદારોને એકસ્ટ્રા ચાર્જનો ડામ
 1 એપ્રિલથી નવી વ્યવસ્થા  મહિનામાં 25 હજાર રૂપિયા સુધી ઉપાડ મફત ઈં ત્યારબાદ 25 રૂપિયા ચાર્જ
નવી દિલ્હી, તા.3 : સામાન્યજનને હવે પોસ્ટ ઓફિસમાં ખાતુ હશે અને નાણાં ઉપાડવા કે જમા કરાવવા હોય તો લિમિટ બાદ એકસ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે.
ઈન્ડિયા પોસ્ટ ઓફિસના ખાતેદારો માટે નિરાશાજનક ખબર આવી છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે હવે રોકડ જમા કરવા, ઉપાડવા પર ચાર્જ લગાવી દીધો છે. નવો ચાર્જ 1 એપ્રિલ, ર0ર1થી અમલી બનશે. એકાઉન્ટના પ્રકારના હિસાબે ચાર્જ પણ અલગ અલગ હશે. બેઝિક સેવિંગ્સ એકાઉન્ટમાં મહિનામાં 4 વખત નાણાં ઉપાડવા પર કોઈ ચાર્જ નથી. ત્યાર બાદ દરેક ટ્રાન્ઝેકશન પર રૂ.રપ અથવા ઉપાડવામાં આવેલી કુલ રકમના 0.પ0 ટકા ચાર્જ રહેશે. જો કે રોકડ જમા કરાવવા પર કોઈ ચાર્જ નહીં રહે.
સેવિંગ્સ અને કરન્ટ એકાઉન્ટમાં રૂ.રપ000 દર મહિને ઉપાડી શકાશે ત્યાં સુધી કોઈ ચાર્જ નહીં. ત્યાર બાદ પ્રત્યેક ઉપાડવામાં આવેલી રકમના 0.પ0 ટકા અથવા રૂ.રપ વસૂલવામાં આવશે. કેશ ડિપોઝીટ મહિનામાં 10 હજાર સુધી હશે તો કોઈ ચાર્જ નહીં. ત્યાર બાદ ઓછામાં ઓછા રૂ.રપ પ્રત્યેક ડિપોઝીટ પર અથવા 0.પ0 ટકા કુલ વેલ્યૂ પર ચાર્જ ચૂકવવો પડશે. પોસ્ટમાં આધાર આધારીત પેમેન્ટ સિસ્ટમમાં પણ ચાર્જ ચૂકવવો પડશે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના નેટવર્ક પર અનલિમિટેડ ટ્રાન્ઝકશન ફ્રી છે. નોન આઈપીપીબી નેટવર્ક પર એક મહિનામાં 3 ટ્રાન્ઝેકશન ફ્રી છે. ફ્રી લિમિટ પૂર્ણ થયા બાદ એઈપીસીમાં કેશ જમા કરાવવા ટ્રાન્ઝેકશન દીઠ રૂ.ર0 તથા નાણાં ઉપાડવા પર પણ આટલો જ ચાર્જ રહેશે. મીની સ્ટેટમેન્ટ કાઢવા રૂ.પ ચૂકવવા પડશે. જો લિમિટ પૂર્ણ થયા બાદ ફન્ડ ટ્રાન્સફર કરાશે તો રકમના 1 ટકા ચાર્જ લાગશે. જે ઓછામાં ઓછા રૂ.1 અને વધુમાં વધુ રૂ.ર0 રહેશે. આ તમામ ચાર્જ પર જીએસટી અને સેસ પણ લગાવવામાં આવશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer