સંગીત સંભળાવશે સન્નાટો !

સંગીત સંભળાવશે સન્નાટો !
નવી દિલ્હી, તા. 3 : કહેવાય છે કે સૌથી પહેલા માણસમાં સાંભળવાની શક્તિ જાગૃત થાય છે. જેનું ઉદાહરણ મહાભારતમાં અભિમન્યુમાંથી મળે છે. જેણે યુદ્ધનું કૌશલ્ય માતાના પેટમાં રહીને માત્ર સાંભળીને શિખ્યું હતું.
જો કે વર્તમાન સમયમાં દુનિયાભરમાં અંદાજીત 400 મિલિયન લોકો પોતાની સાંભળવાની શક્તિ ગુમાવી ચૂક્યા છે. આટલું જ નહીં સાંભળવાની ક્ષમતાને લઈને જારી વર્લ્ડ હિઅરિંગની રિપોર્ટ વધારે ચોંકાવનારી છે. રિપોર્ટ મુજબ 2050 સુધીમાં આ આંકડો 700 મિલિયન એટલે કે 70 કરોડથી પણ ઉપર પહોંચી જશે. જેનું મુખ્ય કારણ ઉંચા અવાજે સાંભળવામાં આવતું સંગીત છે.
સાંભળવાની ક્ષમતા ગુમાવવા પાછળના ઘણા કારણો છે. પરંતુ સૌથી મોટુ કારણ લાંબ સમય સુધી ઉંચા અવાજમાં સંગીત સાંભળવાનું છે.  આ મામલે વલ્ડ હિઅરિંગ દ્વારા રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે. જેમાં કેવી રીતે સાંભળવાની ક્ષમતા જાળવી રાખવી તે અંગે માહિતી આપવામાં આવી છે. આ પહેલી વખત સાંભળવાની શક્તિને લઈને વિશ્વમાં રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું અુનમાન છે કે પૂરી દુનિયામાં સાંભળવાની શક્તિને લઈને જે સમસ્યા પેદા થઈ રહી છે. તેનુ કારણ ઉંચા અવાજે સંગીત સાંભળવું છે. આજે દુનિયાભરમાં 60 ટકા યુવાન અને કિશોર પ્રભાવિત થઈ રહ્યા છે.
રિપોર્ટ મુજબ બહેરાશની સમસ્યા વધુ પડતી એવા દેશોમાં છે જે પૂરી રીતે વિકસિત થયા નથી. આ ઉપરાંત આ દેશોએ સાંભળવાની ક્ષમતાને લઈને કોઈપણ પ્રકારની નીતિ બનાવી નથી અને લોકો જાગૃત પણ નથી.
દેશોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પણ કમી છે. તેવામાં જો વ્યક્તિ સાંભળવાની ક્ષમતા ગુમાવે તો બાદમાં ભાષામાં શિખવામાં પણ મુશ્કેલી આવે છે અને કોઈની સાથે સંવાદ કરવો ખૂબ જ સીમિત બને છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer