શ્રીલંકા જવા ઈમરાન ખાનનું વિમાન ભારત ઉપરથી ઉડયું

શ્રીલંકા જવા ઈમરાન ખાનનું વિમાન ભારત ઉપરથી ઉડયું
પાક. સરકારની વિનંતી બાદ ભારતે એર સ્પેસ ખોલી નાખી
નવી દિલ્હી, તા.ર3 : પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન શ્રીલંકાની યાત્રાએ જવાના છે જે માટે લાંબુ ચક્કર લગાવવું ન પડે એટલે ભારતીય એર સ્પેસનો ઉપયોગ કરવા દેવા કંગાળ પાક. સરકારે કરેલી વિનંતી ભારતે માન્ય રાખી છે. મોદી સરકારે ઈમરાન ખાનના વિમાનને ભારત ઉપરથી ઉડાન ભરવા મંજૂરી આપી છે.
પાક પીએમ ઈમરાન ખાન મંગળવારથી બે દિવસની શ્રીલંકા યાત્રાએ રવાના થયા છે. જેમાં કેબિનેટના સાથીઓ સાથે વરિષ્ઠ અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ સામેલ છે. તેઓ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે બેઠક કરશે. પાકિસ્તાનનું અર્થતંત્ર ડૂબવામાં છે અને દેશ આંતરીક સમસ્યાઓથી ઘેરાઈ ગયો છે ત્યારે આ યાત્રા મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારત સાથે રાજકીય સંબંધો બગાડવા ઈમરાન સરકારને પરવડે તેમ નથી એટલે પાક. સંસદમાં ઈમરાનનું પ્રસ્તાવિત ભાષણ રદ્ કરી નાખવામાં આવ્યુ હતુ જેથી ભારત કે કાશ્મીર મુદે મ્હો ખોલવાની ફરજ ન પડે. કોરોના મહામારીમાં ભારત એક તરફ વિશ્વના અનેક દેશોને વેક્સિન ભેટ આપી રહયુ છે તેવા સમયે પાકિસ્તાને ડબલ્યુએચઓ મારફત ભારતીય વેક્સિન મેળવવી પડી છે.  અગાઉ પુલવામા હુમલા બાદ વડાપ્રધાન મોદીના કિર્ગિસ્તાન પ્રવાસ વખતે પાકિસ્તાને પોતાની એર સ્પેસનો ઉપયોગ કરવા મંજૂરી આપી હતી પરંતુ ભારતે તે સ્વીકારી ન હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer