કોલસા કૌભાંડ : ભત્રીજાના ઘરે સીબીઆઈ, મમતા બેનર્જી દોડયા

કોલસા કૌભાંડ : ભત્રીજાના ઘરે સીબીઆઈ, મમતા બેનર્જી દોડયા
કોલકતામાં તૃણમૂલ સાંસદ અભિષેક બેનર્જીના ઘરે ભારે હલચલ
કોલકતા, તા.ર3 : પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીના નિવાસ સ્થાને હાલ ભારે હલચલ થઈ રહી છે. અભિષેકના દરવાજે સીબીઆઈના ટકોરા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ભત્રીજાને મળવા દોડી ગયા હતા.
કોલસા કૌભાંડમાં સીબીઆઈએ તપાસ માટે તાજેતરમાં સમન્સ પાઠવ્યા બાદ અભિષેકના પત્ની રૂજિરાની પૂછપરછ માટે સીબીઆઈ કોલકતા ખાતે તેમના નિવાસ સ્થાને પહોંચી હતી. આ પહેલા સીબીઆઈએ રૂજિરાની બહેન એટલે કે અભિષેકની સાળી મેનકા ગંભીરના ઘરે પહોંચી તેની 3 કલાક પૂછપરછ કરી હતી. રૂજિરાએ સીબીઆઈ નોટિસના જવાબમાં કહ્યંy હતું કે તે પૂછપરછ માટે હાજર થવા તૈયાર છે. એક પત્ર પાઠવી તેમણે સીબીઆઈને ર3 ફેબ્રુઆરીએ સવારે 11 થી બપોરે 3 સુધી પોતાના નિવાસ સ્થાને આવવા જાણ કરી હતી. જેથી મંગળવારે એક તરફ સીબીઆઈની ટીમ અભિષેકના ઘેર પહોંચી તો બીજી તરફ મમતા બેનર્જી પણ ત્યાં પહોંચ્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer