બાયડ પોલીસે સુરતની જેલમાં ધકેલ્યો
મોડાસા,તા.23 (ફૂલછાબ ન્યૂઝ) : અરવલ્લી જિલ્લાનાં બાયડ પંથકનો નામચીન બુટલેગર મોહન ઉર્ફે મોયા ચીમન મારવાડી (સલાટ) પાસા હેટળ સુરતની લાજપોર જેલમાં સજા ભોગવી રહ્યો છે. જામીન પર છુટયા પછી છેલ્લા પાંચ મહિનાથી ફરાર મોયો સલાટ બાયડ પંથકમાં હોવાની બાતમી બાયડ પોલીસને મળતાં વાત્રક નજીક મંદિર પાસે થઈ બુટલેગર મોયા સલાટને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સુરત લાજપોર જેલમાં પરત ધકેલી દીધો હતો. મોયા સલાટે પેરોલ ફર્લો જમ્પ કરી ફરીથી બાયડ પંથકમાં દારૂનો ધંધો શરૂ કરી દીધો હોવાની માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી. બાયડ પીઆઈ એન.જી.ગોહિલ અને તેમની ટીમે સુરત લાજપોર જેલમાં પાસા હેઠળ સજા ભોગવી રહેલો બાયડનો કુખ્યાત બુટલેગર મોયો સલાટ પેરોલ જમ્પ કરી છેલ્લા 5 મહિનાથી ફરાર હતો. બાયડ પંથકમાં હોવાની માહિતી પોલીસને મળી હતી. દરયિયાન મોયો સલાટ વાત્રક ધોરેશ્વર મંદિર નજીકથી પસાર થવાનો હોવાની બાતમી મળતાં પોલીસે વોચ ગોઠવી ઝડપી લઈ ફરી સુરત લાજપોર જેલમાં મોકલી દીધો છે.
જામીન પર છૂટયા બાદ નાસતો ફરતો કેદી ઝડપાયો
