મોટેરાની નવી પિચ પર સ્પિનરો અને ઝડપી બોલરોનું મહત્ત્વ એકસમાન ગણાવતો ભારતીય સુકાની
અમદાવાદ, તા.23: મોટેરાની નવી પિચ સ્પિનરોને અનુકૂળ હશે તેવી અટકળો થઇ રહી છે, પણ ભારતીય કપ્તાન વિરાટ કોહલીનું માનવું છે કે ઇંગ્લેન્ડ વિરૂધ્ધના ત્રીજા ટેસ્ટમાં ઝડપી બોલરોની ભૂમિકા પણ સ્પિનરો જેટલી જ મહત્વની હશે. મોટેરા સ્ટેડિયમની નવી પિચની પ્રકૃતિ ચર્ચાનો કેન્દ્ર બની છે. આ પિચ પર બોલરોને સ્વિંગ મળશે તેવા સવાલ પર કોહલીએ કહ્યંy કે જયાં સુધી બોલ કડક અને ચમકવાળો હશે ત્યાં સુધી ઝડપી બોલરો પાસે પણ મોકા હશે.
ભારતીય કેપ્ટન કોહલીએ મેચની પૂર્વ સંધ્યાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હું નથી માનતો કે ગુલાબી દડો વધુ સ્વિંગ કરે છે. આ કોઇ એકદમ સાચું વિશ્લેશણ નથી. અમને 2019માં બંગલાદેશ સામેના ડે-નાઇટ ટેસ્ટ મેચ વખતે આ અનુભવ થયો હતો. કોહલીએ એ વાત પણ નકારી દીધી કે પિન્ક બોલથી ઇંગ્લેન્ડના બોલરોને ફાયદો થશે. કોહલી કહે છે કે ઈંગ્લેન્ડના મજબૂત અને નબળા પક્ષને લઇને અમે ચિંતિત નથી. ગુલાબી દડો વધુ મૂવ કરે છે એથી અમે પરેશાન નથી. તેમની ઘણી નબળાઇઓ છે. જેનો અમારે ફાયદો લેવો પડશે. તમને ખબર જ હશે કે અમારી પાસે દુનિયાની સંભવત: શ્રેષ્ઠ બોલિંગ આક્રમણ છે. અમે કોઇ પણ પડકારનો સમાનો કરવા તૈયાર છીએ.
કોહલીએ સ્વીકાર્યું કે ગુલાબી દડાનો સમાનો કરવો લાલ દડાથી વધુ પડકારરૂપ રહે છે. કેવી પણ પિચ હોય, ગુલાબી દડાથી રમવું હંમેશા ચુનૌતિપૂર્ણ હોય છે. વિશેષ કરીને સાંજે. હા, નિશ્તિચ રીતે સ્પિનરોની ભૂમિકા મહત્વની હશે, પણ ઝડપી બોલરો નવા દડાથી અસર છોડી શકે છે. અમે આ અનુસાર જ યોજના બનાવી રહ્યા છીએ.
પિન્ક બોલથી વધુ સ્વિંગ, એ સચોટ વિશ્લેષણ નહીં : કોહલી
