નવી દિલ્હી, તા.23: ગુલાબી દડાના ટેસ્ટમાં ભારતનો અનુભવ બહુ નથી. ટીમ ઇન્ડિયા અત્યાર સુધીમાં ફકત બે જ ટેસ્ટ મેચ રમી છે. કોહલીની ટીમ તેનો પહેલો ડે-નાઇટ મેચ બે વર્ષ પહેલા કોલકત્તામાં ઇડન ગાર્ડન પર બંગલાદેશ વિરૂધ્ધ રમી હતી. જેમાં ભારતનો આસાન વિજય થયો હતો. જ્યારે પાછલા ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં એડિલેડમાં ભારતનો પિન્ક બોલથી ધબડકો થયો હતો અને બીજી ઇનિંગમાં 36માં ડૂલ થઇ હતી. જેથી કારમી હાર સહન કરી હતી. જ્યારે ઇંગ્લેન્ડની ટીમને ગુલાબી દડાથી રમવાનો અનુભવ વધારે છે. જો કે તેનો તેમના પાછલા ડે-નાઇટ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ સામે ફકત પ8 રનમાં ઓલઆઉટ થયા હતા. એક સમયે તેની 27 રનમાં 9 વિકેટ પડી હતી. આમ બન્ને ટીમ તેમના પાછલા ડે-નાઇટ ટેસ્ટમાં ધબડકો સહન કરી ચૂકી છે.
બન્ને ટીમનો તેમના પાછલા ડે-નાઇટ મેચમાં ધબડકો થયો હતો
