અમરેલીથી સગાઇનો પ્રસંગ પતાવીને બસમાં ગઢડા જતા પરિવારને અકસ્માત નડયો
અમરેલી, તા. 22: લાઠી-ચાવંડ વચ્ચે ટાયર ફાટતાં મિનિ બસ પલટી ખાઇ જવાથી 22 વ્યક્તિને ઇજા થઇ હતી.
ગઢડા ગામે રહેતાં કોળી પરિવારના 25 સભ્યો મિનિ બસમાં સગાઇનો પ્રસંગ કરવા માટે અમરેલી આવ્યા હતાં. સગપણની વિધિ પૂર્ણ થયા બાદમાં આ પરિવારના સભ્યો મિનિ બસમાં પરત જતાં હતાં. ત્યારે લાઠી અને ચાવંડ વચ્ચે મિનિ બસનું ટાયર ફાટયું હતું અને બસના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બસ ઉંધી વળી ગઇ હતી. બસમાં મુસાફરી કરી રહેલા 13 મહિલા સહિત 22ને નાની મોટી ઇજા થઇ હતી.આ અકસ્માતમાં ઘવાયેલા ચંપાબહેન પોપટભાઇ પરમાર, આશાબહેન ધનુભાઇ પરમાર, સુરતાબહેન કનુભાઇ પરમાર, રવિના દેવરાજભાઇ જમોડ, ભાવનાબહેન લલીતભાઇ જમોડ, મંજુબહેન કનુભાઇ, અંબાબહેન પરસોત્તમભાઇ, ક્રિષ્ના રાહુલભાઇ પરમાર, મુકતાબહેન જેઠાભાઇ શેરવાણી, ક્રિષ્ના પ્રકાશભાઇ જમોડ, રેખાબહેન શૈલેષભાઇ પરમાર અને અસ્મિતાબહેન અરવિંદભાઇ પરમાર સહિત 22ને ઇજા થઇ હતી.આ તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તે પૈકી એકની હાલત ગંભીર જણાતાં વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાઇ હતી.