લીંબડી જમવાના બહાને બોલાવ્યા બાદ ત્રણ યુવાન પર હુમલો કરી લૂંટી લીધા

લીંબડી જમવાના બહાને બોલાવ્યા બાદ ત્રણ યુવાન પર હુમલો કરી લૂંટી લીધા
લખતર, તા.રર : મોરબીના નાની વાવડી ગામે રહેતા રતિલાલ દામજીભાઈ ચૌહાણ તથા તેનો મિત્ર પારસ ઉર્ફે સુલતાન અને નરેશ ઉર્ફે કાનો નામના ત્રણેય મિત્રોને પારસ ઉર્ફે સુલતાનના લીબડી રહેતા બનેવી જયેશ પ્રવિણ પરમારે જમવાનો પ્રોગામ રાખ્યો હોય મોરબીથી લીબડી જવા નીકળ્યા હતા અને પારસ ઉર્ફે સુલતાન તેના બનેવી જયેશ પરમારના સંપર્કમા હતો.
બાદમાં ત્રણેય મિત્રોને લખતર-લીબડી હાઈવે પર સાંઢીયા પુલ પાસે બોલાવ્યા હતા અને તયા બાવલો ઉર્ફે ભાવલો નામનો શખસ ઉભો હોય ત્યાંથી ત્રણેયને વાડી રસ્તે લઈ ગયો હતો અને કાર ઉભી રાખતા જ જયેશ પ્રવિણ પરમાર તથા બાવળની ઝાળીમાંથી ચારેક શખસો ધોકા લઈને આવ્યા  હતા અને ત્રણેય પર હુમલો કર્યો હતો અને રતિલાલ ચૌહાણ પાસેથી રૂ.ર0 હજાર લુંટી લીધા હતા અને સુલતાનનો મોબાઈલ પડાવી લીધો હતો તેમજ ઝપાઝપી થતા સોનાનો ચેઈન પડી ગયો હતો અને બાદમાં હુમલાખોરો નાસી છુટયા હતા. આ અંગે પોલીસે રતિલાલ ચૌહાણની ફરિયાદ પરથી હુમલાખોરો સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer