મુંબઇનો પરિવાર સોમનાથ દર્શને આવતો’તો
વેરાવળ, તા. 22: અહીના બાયપાસ પર હિરણ નદીના બ્રિજ પાસે બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પાંચ વ્યક્તિને ઇજા થઇ હતી.
મુંબઇનો પરિવાર ગઇકાલે દ્વારકાથી અર્ટીગા કારમાં સોમનાથ આવી રહ્યો હતો. ત્યારે હિરણ નદીના બ્રિજ પાસે સામેથી રોંગ સાઇડમાં ધસી આવેલી સ્વિફટ કાર ધડકા સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર અમરીશભાઇ નવનીતલાલ શાહ, ભરત ત્રિકમલભાઇ શાહ, પ્રદીપ અમરચંદ વર્મા, લીના વર્મા અને રમેશ જોરાને ઇજા થઇ હતી. આ પાંચેયને અન્ય વાહન ચાલકોએ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતાં. અમરીશભાઇ શાહની ફરિયાદ પરથી સ્વિફટ કારના ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલ બાયપાસ પર વેરાવળ-સોમનાથ ચાર માર્ગીય હાઇ-વેનું રીપેરીંગ કામ ચાલી રહ્યું છે. તેના કારણે રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે.જેમાં ઘણી જગ્યાએ એક લાઇન બંધ કરીને ડાયવર્ઝન કાઢવામાં આવ્યા છે. ત્યાં આડસ કે દિશાસૂચક બોર્ડ લગાડવામાં આવ્યા ન હોવાથી અવારનવાર અકસ્માત સર્જાય છે. તેના કારણે જવાબદાર તંત્ર બેદરકારી દાખવી રહ્યાની છાપ ઉભી થઇ રહી છે. લોકોની સલામતી માટે તાકીદે જરૂરી પગલાં લેવા લોકોએ માગણી ઉઠાવી છે.
ં છે કે, સ્વાસ્થ્યમંત્રીએ આ વિશે દેશને જવાબ આપવો જોઈએ.
વેરાવળ પાસે બે કાર અથડાઇ: પાંચ ઘાયલ
