ઓસ્ટ્રેલિયા સામે ટીમમાં સામેલ ન થવાનો દિવસ હજી પણ યાદ : સુર્યકુમાર

ઓસ્ટ્રેલિયા સામે ટીમમાં સામેલ ન થવાનો દિવસ હજી પણ યાદ : સુર્યકુમાર
ઈંગ્લેન્ડ સામે ટી20માં સામેલ થનારા સુર્યકુમાર યાદવે યાદ કર્યા ગત IPLના દિવસો
નવી દિલ્હી, તા. 22 : ઓસ્ટ્રેલિયાની શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં પસંદગી ન થવાની સુર્યકુમાર યાદવ નિરાશ થયો હતો અને તેના ચાહકોને પણ આંચકો લાગ્યો હતો. જો કે ત્રણ મહિના બાદ સુર્યકુમાર માટે હવે પરિસ્થિતિ એકદમ બદલાય ચૂકી છે. ઈંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણી માટે સુર્યકુમારની પસંદગી કરવામાં આવી છે. જો કે ઓસ્ટેલિયા સામેની શ્રેણીમાં પસંદગી ન થવાનો દિવસ હજી પણ સુર્યકુમાર યાદ કરે છે. તેના કહેવા પ્રમાણે ટીમમાં સામેલ ન થવાથી તે ખૂબ જ નિરાશ હતો અને તે નિરાશામાંથી બહાર નિકળવા માટે પત્ની અને મુંબઈ ઈન્ડિયન્સના સાથી ખેલાડીઓએ ખૂબ જ મદદ કરી હતી.
સુર્યકુમાર યાદવ 2018માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો હતો. તે ફ્રેન્ચાઈઝીનો સ્ટાર પરફોર્મર રહ્યો છે. ગત સિઝનમાં તેણે 400થી વધારે રન કર્યા હતા અને ટીમના ચેમ્પિયન બનવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સુર્યકુમારના કહેવા પ્રમાણે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં પસંદગી ન થવાથી તે બીચ ઉપર એકલા ચાલવા નિકળી પડયો હતો. આ સમયે આગળના મેચના વિચાર શરૂ કર્યા હતા કારણ કે આઈપીએલમાં અમુક મહત્ત્વપૂર્ણ મેચ હતા અને સારૂ રમીને ટીમને જીત અપાવવી જરૂરી હતી. મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેને આગળ ઉમેર્યું હતું કે, તેણે કહ્યું હતું કે, તે ચાલવા નિકળશે અને પરત ફરશે ત્યારે સામાન્ય બની જશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer