આલોચકોને મોટી તસવીર ઉપર ધ્યાન આપવા અપીલ કરી
નવી દિલ્હી, તા. 22 : સીનિયર જેમ્સ એન્ડરસને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડની રોટેશન પોલિસીનું સમર્થન કર્યું છે. એન્ડરસને નીતિની આલોચના કરી રહેલા લોકોને મોટી તસવીર ઉપર ધ્યાન આપવા કહ્યું છે.
ઈસીબીની રોટેશન પોલિસીના કારણે જોની બેયરસ્ટો અને માર્ક વુડને ભારત સામેના પહેલા બે ટેસ્ટમાંથી બહાર રાખવામાં આવ્યા હતા અને બીજા બે ટેસ્ટમાં વાપસી થઈ છે. વિકેટ કિપર બેટ્સમેન જોસ બટલર પહેલા ટેસ્ટ મેચ બાદ જ્યારે ઓલરાઉન્ડર મોઈન અલી બીજા મેચ બાદ સ્વદેશ પરત ફર્યો છે.
એન્ડરસનના કહેવા પ્રમાણે આલોચકોએ મોટી તસવીર ઉપર ધ્યાન આપવું જોઈએ. જેના પાછળ વિચાર હતો કે જો બીજો ટેસ્ટ મેચ ન રમી શકાય તો તેના પહેલા ગુલાબી બોલથી થનારા ટેસ્ટ માટે વધુ ફીટ થઈને મેદાનમાં ઉતરવાનો મોકો મળશે.
કેવિન પિટરસન, માઈકલ વોન ઉપરાંત પૂર્વ ખેલાડીઓ ઈસીબીની નવી નીતિની ટીકા કરી છે અને કહ્યું છે કે ભારત સામે શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ ઉતારવા જોઈએ. એન્ડરસન પોતે પણ શ્રેણીના પહેલા મેચમાં ભાગ લીધા બાદ બીજા ટેસ્ટ માટે બહાર રહ્યો હતો. તેના કહેવા પ્રમાણે ખેલાડીઓને આરામ જરૂરી છે. જેનાથી મેચમાં સારૂ પ્રદર્શન કરવામાં મદદ મળે છે.
એન્ડરસને કર્યું ઈસીબીની રોટેશન પોલિસીનું સમર્થન
