રામદેવની કોરોનિલ દવાનાં લોન્ચિંગમાં સ્વાસ્થ્ય મંત્રીની હાજરી કેટલી નૈતિક?

રામદેવની કોરોનિલ દવાનાં લોન્ચિંગમાં સ્વાસ્થ્ય મંત્રીની હાજરી કેટલી નૈતિક?
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કરવામાં આવેલી આલોચના
નવીદિલ્હી, તા.22 : યોગગુરુ બાબા રામદેવની પતંજલિ આયુર્વેદને કોરોનાનાં ઈલાજમાં સહાયક દવા તરીકે તેની કોરોનિલ ટેબ્લેટને આયુષ મંત્રાલયનું પ્રમાણપત્ર મળ્યું છે. કંપનીની આ દવાને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (હુ)ની પ્રમાણન યોજના હેઠળ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. જેની ઘોષણા પતંજલિએ સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની ઉપસ્થિતિમાં કરી હતી. જેને પગલે એક નવો વિવાદ છેડાઈ ગયો છે. ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ એસોસિએશન (આઈએમએ) દ્વારા આની આલોચના કરવામાં આવી છે. આઈએમએ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે, ખોટી અને અવૈજ્ઞાનિક ઢબે બનેલા ઉત્પાદનને સ્વાસ્થ્યમંત્રી પોતે કેવી રીતે પ્રોત્સાહન આપી શકે ? આ કેટલું નૈતિક છે?
હુ તરફથી પણ એક ટ્વિટમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, સંગઠન દ્વારા કોવિડ-19નાં ઉપચાર કે રોકથામ માટે કોઈ પરંપરાગત દવાની સમીક્ષા કે તેને પ્રમાણિત કરવામાં આવી નથી. આઈએમએનાં કહેવા અનુસાર સ્વાસ્થ્યમંત્રી જે પોતે એક તબીબ છે અને તેમની હાજરીમાં હુનાં પ્રમાણપત્ર વિશે જૂઠાણું ફેલાવવામાં આવે તે ચોંકાવનારું છે. આઈએમએ તરફથી નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, સ્વાસ્થ્યમંત્રીએ આ વિશે દેશને જવાબ આપવો જોઈએ.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer