અનેક પ્રોજેક્ટ શરૂ કરવા સાથે મોદીએ કહ્યું, બંગાળના વિકાસ સિદ્ધ કરવાની દિશામાં મોટું પગલું
કોલકતા, તા.22: આસામ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્વિમ બંગાળ પહોંચ્યા હતા અને ત્યાં જનસભાને સંબોધતા મમતા બેનરજીની સરકાર ઉપર તડાપીટ બોલાવી હતી. તેમણે કહ્યું કે બંગાળે પરિવર્તનનું મન બનાવી લીધું છે. બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પીએમ મોદીએ રાજ્યને અનેક મોટી યોજનાઓની સોગાત પણ આપી હતી.
મોદીએ અહીં અનેક રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમનો એક મહિનામાં બંગાળનો આ ત્રીજો પ્રવાસ છે. જો કે મુખ્યમંત્રી મમતા બેનરજી આ કાર્યક્રમમાં સામેલ થયાં નહોતાં. મમતા બે દિવસ બાદ હુગલીમાં જ જનસભા કરીને મોદીને રાજકીય જવાબ આપવાની તૈયારીમાં છે.
પીએમ મોદીએ કહ્યું કે બંગાળ પરિવર્તન માટે તૈયાર છે. અહીંનો જનઉત્સાહ મોટો સંદેશ આપી રહ્યો છે. વિકસિત દેશોએ યોગ્ય સમયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું, હવે બંગાળમાં પણ આવી તૈયારી થવાની છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર આપવામાં આવી રહ્યો છે. આજે આ વીર ધરાથી પશ્ચિમ બંગાળ પોતાના તેજ વિકાસના સંકલ્પને સિદ્ધ કરવા માટે એક મોટું પગલું લઈ રહ્યું છે.
--------------
નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા, રાહુલ પાસેથી જવાબ માગતી હાઇ કોર્ટ
દિલ્હી હાઇ કોર્ટે નેશનલ હેરાલ્ડ કેસમાં નીચલી અદાલતમાં સુનાવણી સામે રોક લગાવતા આજે આ કેસના આરોપી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય પાસેથી ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીની અરજી ઉપર જવાબ માગ્યો છે. ઉલ્લેખનીય છે કે સ્વામીએ નીચલી કોર્ટનાં ફેંસલાને હાઇ કોર્ટમાં પડકાર્યો હતો.
બંગાળે પરિવર્તનનું મન બનાવી લીધું : મોદી
