બોલિવુડમાં 40થી વધુ ફિલ્મો, સાઉથ અને હોલિવુડની એક-એક ફિલ્મની સાથે સુધાંશુ પાંડેની પ્રોફેશનલ લાઈફ હંમેશા રોમાંચક રહી છે. અનુપમાના કારણે હું જે પ્રકારની નામના અને પ્રખ્યાતિ મેળવી રહ્યો છું તે મારા માટે અભૂતપૂર્વ છે, તેમ સુધાંશુ પાંડેએ કહ્યું. ભારતીય ટીવી ઈન્ડસ્ટ્રીની ઓફરથી એક્ટર દંગ રહી ગયો છે. શોમાં તેના નેગેટિવ પાસા વિશે વાત કરતાં પાંડેએ કહ્યું, ભારતીય ટીવી ઈન્ડસ્ટ્રી વિકસિત થઈ છે. તે કલાકારોને ટૂંકાગાળામાં એક વિશાળ એક્સપોઝર આપે છે. તે અન્ય કોઈ મીડિયમથી વિશાળ લેજન્ડ બનાવી શકે છે. અનુપમાએ મને ખૂબ પોપ્યુલારિટી આપી પરંતુ આ જ સમયે તેવા લોકો પણ છે, જેઓ બીભત્સ વાતો કહે છે અને ઝેર ઓકે છે’. શરુઆતમાં, હું તેનાથી ટેવાયેલો નહોતો અને નાની-નાની વાતોને દિલ પર લગાવી દેતો હતો. ધીમે-ધીમે મને સમજાયું કે, આ જ પ્રખ્યાતિ છે. લોકો કેટલી ગંભીરતાથી સંકળાયેલા છે અને રીલ કેરેક્ટરને રિયલ સમજે છે તે સ્વીકારવામાં મને થોડો સમય લાગ્યો.
ભગવાન શિવનો ભક્ત છે અભિનેતા સુધાંશુ પાંડે
