બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફની બહેન ઈસાબેલ કૈફ જલ્દી જ બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. તેની પહેલી ફિલ્મ સુસ્વાગતમ ખુશામદીદનો ફર્સ્ટ લુક હાલમાં જ રિલિઝ કરવામાં આવ્યો છે, જેમાં એક્ટ્રેસ સાથે પુલકિત સમ્રાટ દેખાય છે. કેટરિના કૈફને બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવવા માટે મદદ કરનારા સલમાન ખાને તેની બહેન ઈસાબેલની અપકામિંગ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે ઈસાબેલ અને પુલકિત સમ્રાટને તેમની અપકામિંગ ફિલ્મ માટે શુભકામનાઓ પાઠવી છે. સલમાન ખાને સુસ્વાગતમ ખુશામદીદનું પોસ્ટર શેર કરતા લખ્યું છે કે, અરે વાહ પુલકુ અને ઈસા.. તમે બન્ને સુસ્વાગતમ ખુશામદીદમાં એક સાથે ઘણાં પ્યારા લાગી રહ્યા છો. બન્નેને ખૂબ ખૂબ શુભકામનાઓ. ગોડ બ્લેસ યુ. આ ફોટોમાં ઈસાબેલ અને પુલકિત બન્ને બ્લેક આઉટફિટમાં દેખાય છે. તો સલમાન ખાનની પોસ્ટ પર ઈસાબેલે પણ પ્રતિક્રિયા આપી છે. સલમાન ખાન તરફથી મળેલી શુભકામનાઓ પર પ્રતિક્રિયા આપતા ઈસાબેલે તેને ધન્યવાદ કહ્યું છે.
સલમાને કેટરિના કૈફની બહેનને આશીર્વાદ આપ્યા
