રિક્ષા ડ્રાયવરના પુત્ર સિરાજે BMW કાર લીધી

રિક્ષા ડ્રાયવરના પુત્ર સિરાજે BMW કાર લીધી
પિતાએ સિરાજને કોઇ ખોટ રહેવા દીધી નહતી, પિતાનું સ્વપ્ન પુરૂં કર્યું
 
હૈદરાબાદ, તા. 23: આજિંકય રહાણેના નેતૃત્વ હેઠળ ભારતે યજમાન ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં ઐતિહાસિક જીત નોંધાવી છે. અનુભવી ખેલાડીઓની ગેરહાજરીમાં ભારતની યુવા બ્રિગેડે ઓસ્ટ્રેલિયામાં અજાયબીઓ સ્થાપી હતી. વાશિંગ્ટન સુંદર, ટી. નટરાજન, મોહમ્મદ સિરાજ ઓસ્ટ્રેલિયામાં છવાઇ ગયા. આ પ્રવાસ સિરાજ માટે ખૂબ જ યાદગાર અને ખાસ હતો.
પ્રવાસ શરૂ થાય તે પહેલાં જ સિરાજના પિતાએ દુનિયાને અલવિદા કહ્યું આ અને આ આઘાત લાગવા છતા સિરાજે દુ:ખોને હાવી ન થવા દેતા શાનદાર પ્રદર્શન કર્યું. એક બાજુ ટીમ અને એક બાજુ પરિવાર ખેલાડીએ મક્કમ નિર્ણય કર્યો અને ઘરે પાછો ફર્યો નહીં અને ટીમ સાથે રહ્યો અને પિતાનું સ્વપ્ન પૂર્ણ કર્યુ.
ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ સિરાજે ઘરે પરત આવતાની સાથે જ પોતાને ભેટ આપી હતી. શુક્રવારે સિરાજે પોતાને બીએમડબલ્યુ કાર ગિફટ કરી હતી. તેણે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ સમાચાર જાહેર કર્યા. સિરાજની નવી કારનો વીડિયો તેના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer