ચીન ભારતીય સેનાની જાસૂસી કરે છે

ચીન ભારતીય સેનાની જાસૂસી કરે છે
ચિંતાજનક બાતમી આપતાં દેશની ગુપ્તચર એજન્સીઓ દ્વારા સેના, સુરક્ષા એજન્સીઓને એલર્ટ
નવી દિલ્હી, તા. 23 : લુચ્ચા શિયાળ સમાન ચીન તેની હીન હરકતો છોડતું જ નથી. ડ્રેગન હવે વાસ્તવિક અંકુશરેખા પર ભારતીય સેનાની જાસૂસી કરી રહ્યું છે. તેવી ચિંતાજનક બાતમી સાથે ગુપ્તચર એજન્સીએ એલર્ટ જારી કર્યો છે.
ભારતની ગુપ્તચર એજન્સીઓએ લદ્દાખ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં જાણકારી પ્રાપ્ત કરવાના પ્રયાસમાં ચીનની હરકતો પકડી પાડી હતી.
વાસ્તવિક અંકુણ રેખા પર ચીનની પીપલ્સ લિબિરેશન આર્મી (પીએલએ)ની ગુપ્તચર પાંખ ભારતીય સેનાની અવર-જવર સીમા પર જારી નિર્માણ કાર્યની જાણકારી એકઠી કરવાની કોશિશમાં છે.
ચીન દ્વોરા જાસૂસીની જાણકારી ભારતીય સેનાના ટોચના અધિકારીઓ તેમજ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા તમામ અધિકારીઓ સુધી પહોંચાડી દેવાઇ છે.
ઉલ્લેખનીય છે કે, આઠમી જાન્યુઆરીના સવારે પૂર્વી લદ્દાખમાં પૈંગોંગત્સોની દક્ષિણે એક ચીની સૈનિકને ભારતની સેનાએ પકડી લીધો હતો.
ભારતીય ગુપ્તચર એજન્સીના અધિકારીઓનું કહેવું છે કે, આ ઘૂસણખોરી ચીની સૈનિક દ્વારા કરાયેલી પહેલી કોશિશ નહોતી.
અગાઉ પણ આવો કિસ્સો સામે આવી ચૂકયો છે, પરંતુ ગુપ્તચર એજન્સીઓ કારાકોરમ પાસ્તે દોલતબેગ ઓકડી, પૈંગોંગત્સો, સિક્કિમમાં આવી માહિતીઓ મેળવવામાં માહેર છે.
----------
કાશ્મીરમાં દશ દિ’માં બીજી સુરંગ ઝડપાઇ
જમ્મુ, તા. 23 (પીટીઆઇ) : સીમાસુરક્ષા દળે શનિવારે ઘૂસણખોરો માટે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં કયુઆ જિલ્લામાં બનાવેલી બીજી સુરંગ પકડી પાડી હતી એમ સીમાસુરક્ષા દળના અધિકારીએ જણાવ્યું હતું.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આકારગઢમાં અભિપાલ-ડોગરા અને કિગરી-ડે-કોઠે ક્ષેત્રની સામે હીરાનગરના પન્સાર વિસ્તારમાં સીમા ચોકીમાં સુરંગ વિરોધી કાર્યવાહી દરમ્યાન આ ગુપ્ત સુરંગ પકડી હતી.
છેલ્લા 10 દિવસમાં હીરાનગર ક્ષેત્રમાં બીએસએફ કર્મચારીઓએ આ બીજી સુરંગ પકડી પાડી છે જ્યારે સાંબા અને ક્યુઆ જિલ્લામાં છેલ્લા છ મહિનાની આ ચોથી સુરંગ પકડી લીધી છે જ્યારે છેલ્લા દાયકામાં આ દશમી સુરંગ ઝડપી પાડી છે.
નોંધનીય છે કે, 13મી જાન્યુઆરીના આ જ ક્ષેત્રમાં બોલિયાન ગામમાં બીએસએફએ 150 મીટર લાંબી સુરંગ પકડી પાડી હતી.
પ્રવક્તાએ કહ્યું હતું કે, આજે પકડાયેલી સુરંગ સવારે ગુપ્ત બાતમીના આધારે ઝડપી પાડી હતી. આ ટનલ પણ લગભગ 150 મીટર લાંબી અને 30 ફૂટ ઊંડી તેમજ ત્રણ ફૂટનો ડાયામીટર ધરાવે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer