LACથી LOC : નેતાજીની કલ્પનાનું આજે શક્તિશાળી ભારત

LACથી LOC : નેતાજીની કલ્પનાનું આજે શક્તિશાળી ભારત
સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી પર કોલકાતામાં વડાપ્રધાનનું પ્રવચન
કોલકાતા, તા. 23: સ્વતંત્ર સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી પર કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલ ખાતે ‘પરાક્રમ દિવસ’ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે શક્તિશાળી ભારતની તેમણે કલ્પના કરી હતી. આજે, એલએસીથી એલઓસી સુધી ભારતનો આ અવતાર જ વિશ્વ જોઇ રહ્યો છે. ગમે ત્યાંથી પણ ભારતના સાર્વભૌમત્વને પડકારવાના પ્રયાસો થયા ભારત આજે તેનો યોગ્ય જવાબ આપી રહ્યું છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ દેશની સૌથી મોટી સમસ્યાઓમાં ગરીબી, નિરક્ષરતા, રોગને ગણતા હતા. આપણી સૌથી મોટી સમસ્યાઓ ગરીબી, નિરક્ષરતા, રોગચાળો અને વૈજ્ઞાનિક ઉત્પાદનનો અભાવ છે. આ સમસ્યાઓના સમાધાન માટે સમાજે ભેગા મળીને પ્રયાસ કરવો પડશે. આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી હતી. શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યંy કે આજે નેતાજી હોત કે તેમના સ્વપ્નનું ભારત આટલી મોટી મહામારીથી કેવી તાકાતથી લડયુ છે.
----------
આસામમાં PMના હસ્તે 1.60 લાખ લોકોને અપાયો જમીનનો હક્ક
વિકાસ કાર્યો મુદે પૂર્વ સરકારોની ઝાટકણી કાઢતાં મોદી
શિવસાગર, તા.ર3 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના શિવસાગર જિલ્લાની મુલાકાત લેતાં અહીંના 1.60 લાખ લોકોને જમીન ફાળવણી સર્ટી. (જમીન પટ્ટો) ફાળવ્યા હતા. રાજ્યની પૂર્વ સરકારો જમીનનો હક્ક આપવામાં નિષ્ફળ ગયાનો આરોપ લગાવી તેમણે કહયુ કે રાજ્યના મૂળ નિવાસીઓને જમીનનો હક્ક આપવાનું લક્ષ્ય છે.
શનિવારે સુગસાગરમાં જાહેરસભાને સંબોધતા તેમણે વધુમાં કહયુ કે આસામના મૂળ નિવાસીઓની ખુશીમાં સામેલ થવા આવ્યો છું. પૂર્વ સરકારોને કોઈ ચિંતા ન હતી. આસામ સરકારે લોકોની ચિંતા દૂર કરી છે. બોડો સમજૂતી, વીજળી-પાણી, ઈન્ફ્રાસ્ટ્રકચર સહિત મુદાઓનો ઉલ્લેખ કરતાં કહયુ કે આજે આસામ સરકારે તમારા જીવનની મોટી ચિંતા દૂર કરી છે. આસામમાં જ્યારે તેમની સરકાર બની ત્યારે પણ 6 લાખ જેટલા મૂળ નિવાસી પરિવાર પાસે જમીનના કાનૂની દસ્તાવેજ ન હતા. પરંતુ સર્વાનંદ સોનોવાલના નેતૃત્વમાં અહીંની સરકારે આ ચિંતા દૂર કરવા ગંભીરતાથી કામ કર્યુ છે.  પ વર્ષ પહેલા આસામમાં પ0 ટકાથી ઓછા ઘરોમાં વીજળી હતી આજે 100 ટકા સુધી વીજળી પહોંચી ચૂકી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer