રામ મંદિર નિર્માણ માટે રાજકોટમાં એક દી’માં બે કરોડ જેટલી રાશિ

રામ મંદિર નિર્માણ માટે રાજકોટમાં એક દી’માં બે કરોડ જેટલી રાશિ
ભાઈશ્રીનું 51 લાખનું, મૌલેશભાઈ ઉકાણીનું 21 લાખનું સમર્પણ
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા. 21 : ‘ગુજરાતે પણ રામ મંદિર નિર્માણ માટે ઘણો સંઘર્ષ કરી ભોગ આપ્યો છે. ભગવાન શ્રી રામનું ચરિત્ર અનાદી કાળથી લોકો માટે પ્રેરણાદાયી રહ્યું છે. આજે પણ ભગવાન શ્રી રામ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યા છે.’ તેમ મુખ્યમંત્રી   વિજયભાઈ રૂપાણીએ જણાવી રાજકોટ ખાતે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાનમાં સહભાગી થતા પાંચ લાખ રૂપિયાનું સમર્પણ ભાગવતકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાને કર્યું હતું. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ પ1 લાખનું અને ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીએ 21 લાખ રૂપિયાનું સમર્પણ કર્યું હતું.
આજે રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં એક જ દિવસમાં ઉદ્યોગપતિઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, દાતાઓ મળી પ0 જેટલા આમંત્રિતો દ્વારા એક દિવસમાં 1.90 કરોડનું સમર્પણ અયોધ્યામાં નવનિર્માણ થનારા રામમંદિર માટે કરવામાં આવ્યું હતું. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાને મૌનવ્રત હોવાથી રેકોર્ડેડ વીડિયો દ્વારા નિધી મહાઅભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઈને સમર્પણ યજ્ઞમાં આહૂતિ આપવા પ્રેરક સંદેશો પાઠવ્યો હતો. ઘોઘાવદર સ્થિત દાસી જીવણની જગ્યાના મહંત શામળદાસજી બાપુએ પણ આશીર્વચનો પાઠવ્યા હતા.
-------------
કોણે, કેટલી રકમ કરી અર્પણ
શ્રી રમેશભાઈ ઓઝા-એકાવન લાખ, મૌલેશભાઈ ઉકાણી-એકવીસ લાખ, રામભાઈ મોકરીયા, નાથાભાઈ કિશાન બ્રાઈટ અને કિશોરભાઈ ખંભાયતા-અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર, નાથાભાઈ આણદાની, જયંતિભાઈ સરધારા (જે.કે. મોલ)-પાંચ લાખ અગિયાર હજાર એકસો અગિયાર, નંદલાલભાઈ, હસમુખભાઈ સૌભાગ્યચંદભાઈ વસા (વસા સ્ટીલ)-પાંચ લાખ એક હજાર એકસો અગિયાર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, જીતુભાઈ સાવલિયા (વ્રજ ઇન્ડ. પ્રા.લી.), જીવણભાઈ પટેલ -પાંચ લાખ, પ્રેમગીરી દેવગીરી ગોસ્વામી, વલ્લભભાઈ કથીરિયા, ગુરુ દત્તાત્રેય શરાફી મંડળી લીમીટેડ, રશ્મિભાઈ પટેલ-બે લાખ એકાવન હજાર, વિજયભાઇ કથીરિયા-બે લાખ, ડો. જીતેન્દ્ર અમલાણી-એક લાખ એકાવન હજાર એકસો અગિયાર, શિલ્પન બિલ્ડર્સ, સુરેશભાઈ નંદવાણા-એક લાખ એકાવન હજાર, જેન્તીભાઈ કાકડિયા, જ્યોતિન્દ્ર મામા (જ્યોતિન્દ્ર મહેતા), ડો. જયેશભાઈ ડોબરિયા-એક લાખ એકવીસ હજાર, વિદ્યા વ્યવસાયી પ્રતિષ્ઠાન ટ્રસ્ટ (વીવીપી કોલેજ), ડો. પ્રકાશભાઈ મોઢા, ડો. ડી.કે. શાહ, ડો. સંજયભાઈ ગદ્રે, ડો. વી.બી. કાસુંદરા, શાંતુભાઈ રૂપારેલીયા અને ડો. નવલશંકર શીલુ, કિરીટભાઈ ગણાત્રા (અકિલા દૈનિક), પી.વી. મોદી ચેરીટેબલ ટ્રસ્ટ (મોદી સ્કૂલ), વિઠ્ઠલભાઈ રામજીભાઈ વાગડિયા, ગણેશભાઈ બચુભાઈ ઠુમ્મર, કાઠીયાવાડી ગોળ મર્ચન્ટ એસોસિએશન-સુરેશભાઈ, જ્ઞાનગંગા એજ્યુકેશન સોસાયટી-હ. કૃષ્ણકાંતભાઈ ધોળકીયા, સરસ્વતી શીશુ મંદિર વતી તેમના ટ્રસ્ટી અનિલભાઈ કીંગર તથા ખાન્તીભાઈ મહેતા-એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર, દિનેશભાઈ સાલ (આર.એમ.જ્વેલર્સ), જયેન્દ્રભાઈ હિરાણી અને મુકેશભાઈ મલકાણ-એક લાખ અગિયાર હજાર, ડો. મયંકભાઈ ઠક્કર (ગિરીરાજ હોસ્પિટલ), દિપક વીરચંદ પટેલ અને ભુપતભાઈ બોદર-એક લાખ આઠ હજાર, ડો. હરેશભાઈ ભાડેશિયા-એક લાખ એક હજાર એકસો અગિયાર, ભુષણભાઈ-એક લાખ એકસો અગિયાર, પ્રફુલગીરી ગોસ્વામી, સુધાબા દિલીપસિંહ રેવર અને સુરેશબા ગોવિંદસિંહ તલાટી તેમજ કેતનભાઈ હંસરાજભાઈ ગજેરા-એક લાખ, દીપકભાઈ રાજાણી અને અબતક મીડિયા-સતીષભાઈ મહેતા-એકાવન હજાર.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer