સીરમ ઈન્સ્ટિટયૂટમાં આગથી પાંચનાં મૃત્યુ

સીરમ ઈન્સ્ટિટયૂટમાં આગથી પાંચનાં મૃત્યુ
- સીએમ ઉદ્ધવે આપ્યા તપાસના આદેશ : પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું : કોરોનાની રસી સલામત
 
પુણે, તા. 21 : પુણેની સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાના નવા પ્લાન્ટમાં ગુરૂવારે એકાએકા આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં સીરમ ઈન્સ્ટિટયૂટના પાંચ કર્મચારીઓના મૃત્યુ થયા છે. પાંચ લોકોના મૃત્યુની પુષ્ટિ પુણેના મેયરે કરી હતી. સીરમ ઈન્સ્ટિટયૂટ કોરોના વેક્સિન કોવિશીલ્ડ બનાવે છે. આગની ઘટના બાદ મહારાષ્ટ્ર સરકાર પણ સક્રિય બની છે અને સરકારે તપાસનો આદેશ આપી દીધો છે.  આ આગમાં કોરોના વાયરસની રસીને જ્યાં મુકાઇ છે તે જગ્યાને કોઇપણ નુકસાન થયું નથી. રસી સુરક્ષિત છે. પીએમ મોદીએ પણ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, તેઓને મળેલી જાણકારી અનુસાર આગ ઉપર કાબૂ મેળવી લેવાયો છે. કોવિડ વેક્સિનના યુનિટમાં આગ નહોતી લાગી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, તેઓએ કલેક્ટર અને નગર નિગમ આયુક્ત સાથે વાત કરી છે. આ ઘટનામાં છ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
સીએમ ઠાકરેએ કહ્યું હતું કે, ઈમારતમાં બીસીજી  રસી બનતી હતી અને તેને કોવિશીલ્ડ રસી સાથે કોઈપણ લેવાદેવા નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવશે. બીજી તરફ ચીફ ફાયર ઓફિસરે કહ્યું હતું કે, ફાયર બ્રિગેડને અંદાજીત 2.30 વાગ્યે આગની સુચના મળી હતી. જેના પગલે તાકીદે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને 9 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. કામગીરી દરમિયાન ઈમારતના પાંચમા માળે પાંચ મૃતદેહ મળી આવ્યા હતા.
દુર્ઘટના અંગે સીરમ ઈન્સ્ટિટયૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે, તેઓને અમુક પરેશાન કરનારા અહેવાલ મળ્યા છે. દુર્ભાગ્યથી ઘટનામાં અમુક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનાથી દુ:ખ છે અને મૃતકોના પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના છે. કોરોના વેક્સિન કોવિશીલ્ડનું પ્રોડક્શન નવા પ્લાન્ટથી બે કિમી દૂર આવેલા જૂના પ્લાન્ટમાં કરવામાં આવે છે જેનું નિર્માણ 1996માં કરવામાં આવ્યું છે. જે પ્લાન્ટમાં આગ લાગી ત્યાં ઉત્પાદન શરૂ કરવાની તૈયારી હતી.
�ે કંપનીઓને ઉપયોગી જાહેરાત થાય તેવી શક્યતા છે. સરકાર પણ કોઇ પેકેજ જાહેર કરે તો સેન્સેક્સને આવનારા સમયમાં પણ લાભ મળે તેમ છે.
શેરબજારની તેજીને કોરોના વેક્સિન કોવિશીલ્ડ પછી વધુ ફાયદો થયો છે. 16મી જાન્યુઆરીથી રસીકરણ શરું થઇ ચૂક્યું છે. અધૂરામાં પુરું કોરોનાના કેસ પણ સાવ ઘટી જતા અર્થતંત્રમાં તેજીના ચિહનો મળી રહ્યા છે. તેની ચમક શેરબજાર પર સાફ દેખાય છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer