નવી દિલ્હી, તા.21: બ્રિસબેન ટેસ્ટનો હીરો ઋષભ પંત દિગ્ગજ મહેન્દ્રસિંહ ધોની સાથેની તેની તુલનાથી ખુશ છે. જો કે તેનું કહેવું છે કે તે પોતાની અલગ પહેચાન બનાવવા માંગે છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે પંતની વારંવાર મહાન સુકાની-િવકેટકીપર-શ્રેષ્ઠ ફિનિશર ધોની સાથે તુલના થતી રહે છે. ધોનીએ ગયા વર્ષે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કરી દીધું છે.
ઓસ્ટ્રેલિયાથી સ્વદેશ પરત ફર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં ઋષભ પંતે કહ્યંy હતું કે હું નથી ઇચ્છતો કે મારી કોઇ સાથે તુલના કરવામાં આવે. હું ભારતીય ક્રિકેટમાં મારી અલગ ઓળખ ઉભી કરવા માંગુ છું. કોઇ યુવા ખેલાડીની કોઇ દિગ્ગજ ખેલાડી સાથે તુલના યોગ્ય નથી. પંતે એમ પણ જણાવ્યું કે ઓસ્ટ્રેલિયા સામેના 2-1થી મળેલા શ્રેણી વિજયથી ખેલાડીઓ ઘણા ખુશ છે. બધાની ચહેરા પર અલગ પ્રકારનો જ આત્મવિશ્વાસ અને સંતોષ નજરે પડી રહ્યો છે.�ે કપ્તાન કોહલીએ તેને આ દુ:ખદ સમાચાર આપ્યા હતા. જો કે તેણે સ્વદેશ પરત ફરવાના બદલે ટીમ સાથે જ રહેવાનો નિર્ણય લીધો હતો.
ધોની સરીખો નહીં, અલગ ઓળખ ઉભી કરવા માગતો પંત
