બાબરાની બુધવારી બજારમાં મહિલા ઙજઈંને દાદાગીરી ભારે પડી: સસ્પેન્ડ

મહિલા વર્ગને લાકડી ફટકારતો વીડિયો વાયરલ થતાં તેમજ ધારાસભ્યની રજૂઆત બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું

બાબરા, તા.13: બાબરા શહેર મધ્યમાં ભરાતી અઠવાડિક બુધવારી બઝાર માં છેલ્લા કેટલાક સમયથી પોલીસ તંત્ર દ્વારા ચોરીચકારી, ટ્રાફિક સમસ્યા અને સોશિયલ ડિસ્ટન્સના મુદ્દે વારંવાર હેરાનગતિ થતી હોવાના અને સ્થાનિક નગરપાલિકા તંત્ર પાસે બુધવારી બઝાર મુદ્દે ઉઠતા પ્રશ્ન માટે યોગ્ય નિરાકરણ નહી હોવાથી મોટાભાગે બહારગામ અને સ્થાનિક વિસ્તાર માંથી પાથરણા પાથરી
વેપાર કરી આજીવિકા ચલાવતા મધ્યમ વેપારી વચ્ચે દિનબદિન ઘર્ષણ વધવાના બનાવો વચ્ચે આજે બુધવારી બઝારના મહિલા વેપારી વર્ગ ઉપર મહિલા પીએસઆઈએ લાકડીઓ ફટકારી દેતા વ્યાપક રોષ વચ્ચે પણ નાના વેપારીના મુદ્દે ઉચ્ચ ક્ષા સુધી રજુઆત કરવા કોઈ આગળ નહી આવતા ચર્ચાનો વિષય બન્યો છે. જો કે બાદમાં આ મહિલા પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બાબરા શહેર કાળુભાર નદી કાઠા વિસ્તાર અને હોકર્સ ઝોન સહિત બન્ને પુલ ઉપર બુધવારના દિવસે બાબરાના સ્થાનિક અને બહારગામથી આજીવિકા રળવા આવતા અંદાજીત 150 જેટલા નાના મોટા વેપારીનો પાથરણા, લારી, પલંગ ઉપર વ્યાજબી ભાવે ઘર વપરાશ સહિત હેન્ડલુમ કાપડ પ્લાસ્ટિક ફ્રૂટ કોસ્મેટીક સહિતનો વેપાર છેલ્લા 20 વર્ષ થી ચલાવે છે અને નગરપાલિકા વિસ્તારમાં લારી પાથરણા રાખી વેપાર કરતા વેપારી વર્ગ પાસે છેલ્લા 10 માસથી કોઈ ભાડું ઉઘરાવવામાં આવતું નથી.
નાના અને મધ્યમ વર્ગ નો સમય સાચવી આપતી અને મોટાગજાના શો રૂમો કરતા તદન વ્યાજબીભાવે વેપાર કરતા આ બુધવારી બજારમાં બાબરા તાલુકા સહિત આજુબાજુના પંથકમાંથી અંદાજીત 5000 થી વધુ ગ્રાહકોની અવરજવર અને પોતાના બજેટમાં જીવનજરૂરી ચીજ વસ્તુ મળી રહે છે છેલ્લા સમયે કોરોના મહામારી મુદ્દે આ બજારનો વેપાર ભાંગી પડયા બાદ લોકડાઉનમાં રાહત મળતા નાના વેપારીનો વ્યવસાય ધમધમાટ શરૂ થયો હતો. જેમાં આજે સવારે સ્થાનિક ટ્રાફિક પોલીસ અને ટીઆરબી સ્ટાફે પ્રથમ રોફ જાટકી વેપારી વર્ગના ધંધા રોજગાર અડચણ હોવાનું કહી સ્થળ ફેર કરાવ્યા અને રાજકોટ ભાવનગર રોડ ઉપર વેપાર કરવા મોકલાયા બાદ ગણતરીની કલાકોમાં ત્યાંથી હટી જવા દમદાટી આપતા પેટીયુ રળવા આવેલા મધ્યમ વેપારી માટે જાયે તો જાયે કહાં તેવી સ્થિતિ વચ્ચે આજે બાબરા ગાયત્રી મંદિર નજીક એકઠી થયેલી મહિલા વેપારી વર્ગ ઉપર સ્થાનિક પોલીસ મથકમાં પી.એસ.આઈ તરીકે ફરજ બઝાવતા મહિલા દીપિકા ચૌધરી દ્વારા દબંગગીરી આદરી સિવિલ ડ્રેસમાં આવી મહિલા વર્ગને લાકડી વડે મારમારવા લાગ્યા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયાં હતાં.
 વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે પણ મહિલા પીએસઆઈ સામે પગલા ભરવા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી. અંતે એસ.પી.નિર્લિપ્તરાય દ્વારા આ મહિલા પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer