વાઈલ્ડ લાઈફ એક્ટિવિસ્ટ મયંક ભટ્ટ નજરકેદ કરાયા

જાહેર હિતની અરજીની ફેબ્રુઆરીમાં યોજાનાર સુનાવણી સુધી નજરકેદ

ધારી, તા.13: એશિયાઈ સિંહ અને ગીરનાં પ્રશ્નોને વાચા આપતાં તથા ગીરનાં ઇતિહાસની સૌથી મોટી જાહેરહિત ની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરનાર વાઈલ્ડલાઈફ એક્ટિવિસ્ટ મયંક ભટ્ટ (સેવ લાયન) ને તેઓનાં નિવાસસ્થાન વડોદરા મુકામે સરકાર દ્વારા નજરકેદ કરવામાં આવ્યા છે.
ગત સપ્ટેમ્બર, 2020 માં મયંકભાઈ તથા તેમના સાથી પર્યાવરણ પ્રેમીઓ દ્વારા નામદાર હાઇકોર્ટમાં જાહેરહીતની અરજી કરવામાં આવી હતી. એક તરફ એશિયાઈ સિંહો નાં પ્રશ્નો વધારે પેચીદા બની રહ્યાં હતાં, એશિયાઇ સિંહ રાજકોટ સુધી પહોંચી ગયેલ હતા, તો અન્ય વિસ્તારોમાં પણ સિંહની હાજરી વધી હતી. માનવ અને સિંહ વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. ત્યારે, વનવિભાગ અને સરકારે હાઇકોર્ટનાં આદેશનો અનાદર કરી જવાબ રજૂ ન કરતાં, ગુજરાતનાં વન્યપ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે સરકાર દ્વારા જાહેરહિતની અરજી કરનાર અરજદાર દ્વારા સરકાર સામે વન્યજીવો બાબત આંદોલનનાં ડરથી અરજદાર મયંક ભટ્ટને નામદાર હાઇકોર્ટમાં આગામી તા: 04/02/2021 નાં રોજ યોજાનાર સુનાવણી સુધી નજરકેદ કરી દેવામાં આવ્યા છે.
ઉપરોક્ત ઘટનાને સમગ્ર ગુજરાતનાં પર્યાવરણ પ્રેમીઓએ વખોડી કાઢી છે. આર.ટી.આઈ એક્ટિવિસ્ટ ભીખુભાઇ બાટવાળાએ જણાવ્યું કે, સરકાર દ્વારા જાણીતા વાઈલ્ડલાઈફ એક્ટિવિસ્ટ મયંક ભટ્ટ ને નજરકેદ કરવામાં આવ્યાં છે તે બિલકુલ ગેર બંધારણીય છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer