એપ લોનની છેતરપિંડી પર લગામ

એપ લોનની છેતરપિંડી પર લગામ
વર્કિંગ ગ્રુપ ઘડતી રિઝર્વ બેંક: ગ્રાહક સુરક્ષા સુનિશ્ચિત કરતાં નવી ડિજિટલ લેણદેણનું સમર્થન
નવી દિલ્હી, તા.13 : દેશના અનેક શહેરોમાં મોબાઈલ એપના માધ્યમથી લોન આપવી અને પછી છેતરપિંડીના બનાવ સામે આવ્યા બાદ આરબીઆઈએ આ મામલે મોટુ પગલું ઉઠાવ્યુ છે. ભારતીય રિઝર્વ બેંકે આવા બનાવો અંગે 13 જાન્યુઆરીના રોજ એક વર્કિંગ ગ્રુપ બનાવ્યુ છે.
આરબીઆઈ અનુસાર ઓનલાઈન પ્લેટફોર્મ અને મોબાઈલ એપ દ્વારા લોન આપવા સહિત ડિજીટલ લોનના અભ્યાસ માટે વર્કિંગ ગ્રુપ બનાવવામાં આવ્યુ છે જે લોન આપવાની પ્રક્રિયા ધ્યાને લેશે અને તેના પર નિયંત્રણ કેવી રીતે મૂકી શકાય ? તે અંગે મત વ્યક્ત કરશે.
આરબીઆઈ વર્કિંગ ગ્રુપ ડિજીટલ લોન (એપ લોન) સાથે જોડાયેલી તમામ ગતિવિધિનો અભ્યાસ કરશે. જેથી તેને યોગ્ય રીતે રેગ્યુલેટ કરી શકાય. એક નિવેદનમાં આરબીઆઈએ કહયુ કે નાણાંકીય ક્ષેત્રમાં ડિજીટલ લેણદેણમાં વધારો સારૂ પગલું છે. પરંતુ ડિજીટલ લેણદેણમાં કેટલાક નકારાત્મક જોખમો કયારેક જોડાયેલા હોય છે. એપ બેઝડ લોન પર નજર રાખવા સાથે ડેટા સુરક્ષા, પ્રાઈવસી તથા ગ્રાહક સુરક્ષા સુનિશ્ચિત કરતાં કેન્દ્રિય બેંક નવી ડિજીટલ લેણદેણનું સમર્થન કરે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer