કૃષિ કાયદાની નકલો સળગાવી ખેડૂતોએ ઉજવ્યો લોહરી ઉત્સવ

કૃષિ કાયદાની નકલો સળગાવી ખેડૂતોએ ઉજવ્યો લોહરી ઉત્સવ
26મીની કૂચમાં જોડાવા પંજાબથી શખસ 10 ઘોડા લઈ પહોંચ્યો !
નવી દિલ્હી, તા.13: સુપ્રીમ કોર્ટે ઘડેલી સમિતિ સમક્ષ કાર્યવાહીમાં ભાગ લેવાનો ઈન્કાર કરી ખેડૂતોએ બુધવારે લોહરી (મકરસંક્રાતિ પહેલા ઉત્તર ભારતમાં ઉજવાતો ઉત્સવ) નિમિત્તે સિંઘુ બોર્ડર પર કૃષિ કાયદાની નકલો સળગાવી વિરોધ કર્યો હતો.
દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પ્રહાર કરતાં કહ્યંy કે 60 ખેડૂતની શહાદત પર મોદી સરકારને ક્ષોભ નથી પરંતુ ટ્રેક્ટર રેલીથી તેઓને શરમ આવી રહી છે.
કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદોએ ખેડૂત આંદોલન, ધરણાં-પ્રદર્શનને 49 દિવસ થયા છે. સુપ્રીમ કોર્ટે ત્રણેય કાયદા પર વચગાળાનો સ્ટે આપી મામલો ઉકેલવા 4 સભ્યની સમિતિ ઘડી છે પરંતુ ખેડૂતોએ આ વ્યવસ્થા નકારી કાઢી આંદોલન જારી રાખ્યું છે. સાથે ર6મી જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી યોજવાની તૈયારીઓ આગળ વધારી છે.  પંજાબના લખેવાલી ડાલથી સુશિલ કુમાર નામના શખસ ખેડૂતોનાં સમર્થનમાં પોતાના 10 ઘોડા સાથે દિલ્હી સરહદે પહોંચ્યા છે. તેમણે એલાન કર્યું કે ર6મીની કૂચમાં તેઓ ઘોડા સાથે ભાગ લેશે. વધુમાં 18 જાન્યુઆરીએ ખેડૂતો યુપી ગેટ પર મહિલા કિસાન દિવસની ઉજવણી કરશે. તે દિવસે મંચની સંપૂર્ણ જવાબદારી મહિલાઓ ઉઠાવશે. મોટી સંખ્યામાં મહિલાઓ સ્થળ પર એકત્રિત થશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer