ઘર ખરીદદાર બિલ્ડરની મનસ્વી શરતો માનવા બાધ્ય નથી : સુપ્રીમ

ઘર ખરીદદાર બિલ્ડરની મનસ્વી શરતો માનવા બાધ્ય નથી : સુપ્રીમ
કન્ઝયુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ એપાર્ટમેન્ટ બાયર્સ એગ્રિમેન્ટની શરતોને એકતરફી અને ગેરવાજબી ગણાવી
નવી દિલ્હી, તા. 13 : સુપ્રીમ કોર્ટ તરફથી ઘર ખરીદનારા લોકો માટે મહત્વનો ચૂકાદો આપવામાં આવ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે ઘર ખરીદદાર એક તરફી શરતો માનવા માટે બાધ્ય નથી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે એગ્રીમેન્ટની એકતરફી શરત માનવા માટે ડેવલોપર્સ કોઈપણ ઘર ખરીદદારને બાધ્ય કરી શકે નહી.સુપ્રીમ કોર્ટે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ એપાર્ટમેન્ટ બાયર્સ એગ્રિમેન્ટની શરતોને એકતરફી એક ગેરવાજબી હોવી અનફેર ટ્રેડ પ્રેક્ટિસ ઠેરવી હતી.
એક અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, જો બિલ્ડરે પ્રોજેક્ટને સમયે પુરો કરીને ડિલીવરી ન કરી તો કોઈપણ પ્રકારની દલીલ વિના ઘર ખરીદદારને પુરા પૈસા પરત કરવા પડશે. સુપ્રીમ કોર્ટ અનુસાર આ રકમ 9 ટકા વ્યાજ સાથે પરત કરવાની રહેશે. સુનાવણી ગુરૂગ્રામના એક પ્રેજેક્ટને લઈને કરવામાં આવી રહી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે બિલ્ડર સામે આકરુ વલણ અપનાવતા કહ્યું હતું કે, કોર્ટના આદેશનું પાલન ન થાય તો ઘર ખરીદદારને પુરી રકમ 12 ટકા ટકા વ્યાજ સાથે ચૂકવવી પડશે. આ સુનાવણી ડેવલોપરની અરજી ઉપર થઈ રહી હતી. જે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ હતી. બિલ્ડરે ઘર ખરીદદારને બીજા પ્રોજેક્ટમાં મકાનની ઓફર કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, તે ખરીદદારની મરજી ઉપર નિર્ભર કરે છે. બિલ્ડરની વાત માનવા માટે બાધ્ય નથી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer