નવા સ્ટ્રેનના કેસ 100ને પાર

નવા સ્ટ્રેનના કેસ 100ને પાર
સક્રિય કેસ ઘટીને 2.04 ટકા, નવા 15968 કેસ; 202 મોત
નવી દિલ્હી, તા. 13 : ભારત દેશમાં સારવાર હેઠળ છે, તેવા સક્રિય કેસોનું પ્રમાણ બુધવારે ઘટીને માત્ર 2.04 ટકા રહી ગયું હતું. દેશમાં છેલ્લા 24 કલાકમાં 15,968 નવા કેસ સામે આવતાં કુલ્લ સંક્રમિતોની સંખ્યા 1,0495,147 થઇ ગઇ છે.
દેશના વિવિધ ભાગોમાં આજે વધુ 202 દર્દી કોરોનાનો કોળિયો બની જતાં મરણાંક 1,51,529 થઇ ગયો છે. ઘાતક વાયરસથી મૃત્યુનો દર 1.44 ટકા છે. છેલ્લા 24 કલાકના ગાળા દરમ્યાન સારી સંખ્યામાં સંક્રમિતો વાયરસમુકત થતાં સાજા થયેલા દર્દી ઓની સંખ્યા વધીને 1,01,29,111 થઇ ગઇ છે. દરમ્યાન યૂકેથી આવતા કોરોના વાયરસના નવા સ્ટ્રેનના વધુ છ કેસ સામે આવતાં નવા સ્ટ્રેનના દર્દીઓની સંખ્યા 100ને પાર કરી જઇ 102 પર પહોંચી ગઇ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer