લદ્દાખમાં સિંધુ નદીનાં પાણીમાં પણ બરફના ટુકડા : ‘િચલાઇ કલન’ની થઇ તીવ્ર અસર
શ્રીનગર, તા. 13 : પહાડો પર જારી બરફવર્ષા વચ્ચે કાશ્મીરમાં ‘િચલાઇ કલન’ની અસર હેઠળ જનજીવન ચામડી ચીરતા ઠારમાં ઠૂંઠવાયું છે. શ્રીનગરમાં પારો માઇનસ 7.8 ડિગ્રીએ સરકી જતાં ડાલ સરોવર આખું થીજી ગયું છે. બે દિવસથી ડાલ સરોવર થીજવા માંડયું હતું. પારો ઠાર બિંદુથી નીચે સરકી જતાં તેની સપાટી પણ થીજી થઇ ગઇ છે. બીજીતરફ, લદ્દાખમાં સિંધુ નદીના પાણીમાં પણ અનેક જગ્યાએ બરફના મોટા ટુકડાઓ જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં 21 ડિસેમ્બરથી ‘િચલાઇ કલન’નો ગાળો શરૂ થયો હતો. આ ગાળા દરમ્યાન 40 દિવસ સુધી હેરાન-પરેશાન કરી દે તેવો તીવ્ર ઠાર જારી રહે છે. આ ગાળો 31 જાન્યુઆરીના પૂરો થયા પછી 20 દિવસ ‘િચલાઇ ખુર્દ’ અને 10 દિવસ ‘િચલાઇ બરસત’ના ગાળા આવશે.
ઠારથી થીજ્યું ડાલ સરોવર શ્રીનગરમાં -7.8 ડિગ્રી
