જૂનાગઢમાં પોસ્ટ એજન્ટની ઠગાઈનો ભોગ બનેલી મહિલાની આત્મહત્યા

મૃતક મહિલાએ રૂા.50,000નું રોકણ કર્યુ હતું
જૂનાગઢ, તા.13 : જૂનાગઢનાં ઠગ પોસ્ટ એજન્ટ પિતા-પુત્રની છેતરપિંડીનો ભોગ બનેલી મહિલાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
જૂનાગઢનાં પોસ્ટ એજન્ટ ભરત પરમાર અને તેના પુત્રએ સેંકડો બચત કારોના લાખો રૂપિયાની ઠગાઈ કર્યાનું બહાર આવેલ આ અંગે પિતા-પુત્ર સામે પોલીસમાં ફરિયાદ નોંધાતા એજન્ટ પરિવાર ફરાર થઈ ગયો છે. આ એજન્ટ પાસે અહિંના આંબેડકરનગરની મહિલા અજાયબેન પ્રવિણભાઈ મકવાણા (ઉ.40) એ રૂા.50,000નું રોકણ કર્યુ હતું. તેમને એજન્ટે ઠગાઈ કર્યાનું જણાતાં જિંદગીથી કંટાળી પોતાના ઘરમાં હુકમાં ચુંદડી વડે લટકી આત્મહત્યા કરી લીધી હતી.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer