ટીટોઈ પાસેથી ઝાડ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં યુવાનની લાશ મળી

મોડાસા, તા.13: મોડાસાના ટીટોઈના ઇન્દિરાનગર વિસ્તારમાં ખેતરમાં આવેલા ઝાડ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. આ મામલે પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક ભિલોડાના હિમતપુર ગામનો દિનેશ કાંતીભાઈ નિનામા નામનો યુવાન હોવાનું ખૂલ્યું હતું અને ઘણા સયમથી માનસિક બીમાર હોય આ પગલું ભરી લીધાનું ખૂલ્યું હતું. બનાવ હત્યાનો છે કે આત્મ હત્યાનો તે મામલે પીએમ રીપોર્ટ બાદ સાચી હકીકત જાણવા મળશે. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer