ભાવનગરમાંથી રૂ.63 હજારની જાલીનોટ સાથે એક શખસ ઝડપાયો

રૂ.પ00 અને રૂ.ર00ની ર07 નોટ કબજે
ભાવનગર, તા.13 : ભાવનગરમાં જમાતખાના વિસ્તારમાં રહેતો અને કમ્પાઉન્ડર તરીકે કામ કરતો મેમણ શખસ રૂ.પ00 અને રૂ.ર00ના દરની જાલીનોટ વટાવવા હલુરિયા ચોકમાં આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે ઝડપી લઈ રૂ.63 હજારની જાલીનોટ કબજે કરી વધુ તપાસ અર્થે રીમાન્ડ પર લેવા તજવીજ હાથધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, ભાવનગરમાં રૂપાવટી રોડ પરના મેમણ જમાતખાના પાસે જોગીવાડની ટાંકીએ રહેતો અને કમ્પાઉન્ડર તરીકે કામ કરતો સલમાન સલીમ પીરાણી નામનો મેમણ શખસ જાલીનોટ વટાવવા નીકળ્યો હોવાની બાતમીના આધારે પોલીસે હલુરીયા ચોકમાંથી સલમાન પીરાણીને ઝડપી લીધો હતો અને રૂ.પ00ના દરની 73 અને રૂ.ર00ના દરની 134 મળી કુલ રૂ.63 હજારની જાલીનોટ તથા મોબાઈલ અને રૂ.પ600ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યે હતો. પોલીસે વધુ તપાસ અર્થે સલમાન પીરાણીને રીમાન્ડ પર લેવા તજવીજ હાથધરી સૂત્રધારની શોધખોળ શરૂ કરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer