મુશ્તાક અલી ટ્રોફીમાં વિદર્ભ સામે સૌરાષ્ટ્રની જીત

મુશ્તાક અલી ટ્રોફીમાં વિદર્ભ સામે સૌરાષ્ટ્રની જીત
અવિની આતશી બેટિંગ, પ્રેરકનું ઓલરાઉન્ડ પ્રદર્શન અને ચેતનની કાતિલ બોલિંગ
સૌરાષ્ટ્ર: 7/233
વિદર્ભ: 154 ઓલઆઉટ
રાજકોટ, તા.13: સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમાં રણજી ટ્રોફી ચેમ્પિયન સૌરાષ્ટ્રેની ટીમે તેની વિજયકૂચ ચાલુ રાખીને આજે વિદર્ભની ટીમને 79 રને સજ્જડ હાર આપી હતી. સતત બીજી જીતથી સૌરાષ્ટ્રના કુલ 8 પોઇન્ટ થયા છે.
આજે ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં સૌરાષ્ટ્રની ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 233 રનનો મોટો સ્કોર ખડક્યો હતો. જેમાં અવિ બારોટના 44 દડામાં 13 ચોક્કા-4 છક્કાથી આતશી 93 રન, ઓલરાઉન્ડર પ્રેરક માંકડના 26 દડામાં 6 ચોક્કા-4 છક્કાથી ધૂંઆધાર પ9 રન, અનુભવી અર્પિત વસાવડાના 20 દડામાં 2 ચોક્કા-3 છક્કાથી 39 રન મુખ્ય હતા. વિદર્ભ તરફથી દર્શન નાલકંડેએ 32 રનમાં 4 વિકેટ લીધી હતી.
234 રનના વિજય લક્ષ્યાંક સામે વિદર્ભની ટીમ 17.2 ઓવરમાં 1પ4 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જે. એમ. શર્માએ 43 રન કર્યા હતા. સૌરાષ્ટ્ર તરફથી ચેતન સાકરિયાએ કાતિલ બોલિંગ કરીને 4 ઓવરમાં માત્ર 11 રન આપીને પ વિકેટ ઝડપી હતી. પ્રેરક માંકડને 48 રનમાં 4 વિકેટ મળી હતી.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer