કાંગારુ કોચને IPL પસંદ, પણ તેનો ટાઇમિંગ અયોગ્ય ગણાવ્યો
બ્રિસબેન, તા.13: ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગરને આઇપીએલ પસંદ છે, પણ તેમણે તેના પાછલી સિઝનના ટાઇમિંગ પર સવાલ ઉઠાવતા કહ્યંy છે કે વર્તમાન શ્રેણીમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના આટલા ક્રિકેટરોના ઇજાગ્રસ્ત થવા પાછળ આ ટી-20 લીગ પણ છે. કોરોના મહામારીને લીધે આઇપીએલ યુએઇમાં સપ્ટેમ્બર-નવેમ્બરનું આયોજન થયું હતું. જે મોટાભાગમાં ભારતમાં એપ્રિલ-મેમાં થતું હોય છે.
કાંગારુ કોચ લેંગરે આજે વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યંy કે ‘આ સિઝનમાં ઇજાની યાદી લાંબી છે. મને લાગે છે કે આઇપીએલ-2020નો ટાઇમિંગ યોગ્ય ન હતો. ખાસ કરીને આવડી મોટી શ્રેણી પહેલા તો જરા પણ નહીં.’ ટેસ્ટ શ્રેણી દરમિયાન ઇજાને લીધે ભારતના મહત્ત્વના ખેલાડીઓ મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, કેએલ રાહુલ બહાર થઇ ગયા છે. તેમાં હવે બીજાં બે નામ રવીન્દ્ર જાડેજા અને હનુમા વિહારીના ઉમેરાયાં છે. (જોકે વિહારી આઇપીએલનો હિસ્સો ન હતો.) બુમરાહ પણ અનફિટ છે. ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર પણ પહેલા બે ટેસ્ટમાં રમી શકયો ન હતો.
આમ છતાં આઇપીએલની પ્રશંસામાં લેંગર કહે છે કે મને તે પસંદ છે. જે રીતે યુવાનીના દિવસોમાં ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ. કાઉન્ટી રમીને કૌશલનો વિકાસ થાય છે. જયારે આઇપીએલથી લિમિટેડ ઓવર્સની રમતમાં પરિપકવતા આવે છે. જો કે આ વખતે તેનો સમય યોગ્ય ન હતો. તમે જોઇ શકો છો કે બન્ને ટીમના કેટલાક ખેલાડી ઇજાનો ભોગ બન્યા. મને ભરોસો છે કે આની સમીક્ષા થશે. જાડેજા અને બુમરાહ ચોથા ટેસ્ટ ન રમવાથી શું અસર થશે ? તેવા સવાલ પર નિશ્ચિત રીતે મોટી અસર થશે. મને લાગે છે કે હવે આ સૌથી ફિટની બાજી મારવાની વાત થઈ ગઈ છે.
ખેલાડીઓની ઇજા માટે IPL જવાબદાર: લેંગર
