લડાયક ઇનિંગ પર પ્રકાશ પાડતો અશ્વિન

લડાયક ઇનિંગ પર પ્રકાશ પાડતો અશ્વિન
પ્લેસિસની 8 વર્ષ અગાઉની ઇનિંગમાંથી પ્રેરણા લીધી
સિડની, તા.13: અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને હનુમા વિહારની લડાયક ઇનિંગથી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધનો ત્રીજો ટેસ્ટ ડ્રો કરવામાં સફળ રહી હતી. અશ્વિને 128 દડામાં અણનમ 39 રન કર્યાં હતા. હવે અશ્વિને જણાવ્યું કે તેને આ ઇનિંગની પ્રેરણા કયાંથી મળી ?
વર્ષ 2012માં એડિલેડમાં દ. આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાયો હતો. જેમાં આફ્રિકાના ફાક ડૂ પ્લેસિસે 376 દડામાં 110 રનની મેરેથોન ઇનિંગ રમી હતી. જેથી ઓસિ.ની જીત પર પાણી ફરી વળ્યું હતું.
અશ્વિને કહ્યંy કે હું ખુદને કહેતો રહ્યો કે ડૂ પ્લેસિસની જેમ બેટિંગ કરી શકુ છું. જેવી તેણે 2012માં કરી હતી. હું ખુદને એક શાનદાર મોકો આપી શકુ છું. હવે જ્યારે આ પરિણામ (ડ્રો) સામે આવ્યું છે ત્યારે વિશ્વાસ થઇ રહ્યો નથી. અમારી પાસે શું મહેસૂસ કરી રહ્યા છીએ તેના શબ્દો નથી. અમે બન્ને સ્તબ્ધ થઇ ગયા હતા. થોડી ક્ષણો પછી ખબર પડી કે શું થયું (ડ્રો) છે. કારણ કે અમે દર એક બોલ પર ફોકસ કરી રહ્યા હતા. પોતાની બેટિંગ રણનીતિ વિશે અશ્વિને કહ્યંy કે મારી ગરદનમાં દર્દ હતું, પીઠ પણ દુ:ખતી હતી. મેં વિહારીને કહયું કે જો હું શોટ નહીં મારું તો પીઠ અને ગરદન વધુ જકડાઇ જશે. આથી મેં લિયોન પર પ્રહાર શરૂ કર્યાં હતા.
અશ્વિનની મોટાભાઇ સાથે તુલના
ઇજા છતાં ત્રીજા ટેસ્ટમાં 161 દડામાં અણનમ 23 રનની નિર્ણાયક ઇનિંગ રમનાર હનુમા વિહારીએ તેના સાથીદાર અશ્વિનની તુલના મોટાભાઇ સાથે કરી હતી. તેણે કહ્યંy કે અશ્વિને મને સતત મોટાભાઇની જેમ માર્ગદર્શન આપ્યું. તેણે એમ પણ કહ્યંy કે જો ચેતેશ્વર પુજારા આઉટ થયો ન હોત તો અમે મેચ જીતવાની સ્થિતિમાં પણ હતા, પણ ડ્રો પણ શાનદાર પરિણામ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer