રેપો રેટ યથાવત : GDP ગ્રોથ -7.5%નો અંદાજ

રેપો રેટ યથાવત : GDP ગ્રોથ -7.5%નો અંદાજ
મુદ્રા નીતિમાં રિઝર્વ બેંકનું નરમ વલણ, કોન્ટેકટલેસ કાર્ડ પેમેન્ટની મર્યાદા હવે 5 હજાર
નવી દિલ્હી, તા.4: મુદ્રા નીતિમાં નરમ વલણ જાળવી રાખી આરબીઆઈએ મુખ્ય નીતિગત દર રેપો રેટ 4 ટકાએ યથાવત રાખી આગામી દિવસોમાં મોંઘવારીના દરમાં ઘટાડાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. 3 મહિનામાં ર ટકાની ઝડપી રિકવરી બાદ હવે જીડીપી ગ્રોથ માઈનસ 7.પ ટકા રહેવાનો અંદાજ મૂકાયો છે.
આરબીઆઈના ગર્વનર શશિકાંત દાસે શુક્રવારે મુદ્રાનીતિની બેઠક દરમિયાન કહ્યું કે મૌદ્રિક નીતિ સમિતિના તમામ સભ્યોએ ફૂગાવાના ઉચ્ચસ્તરને ધ્યાને લઈ નીતિગત દરને યથાવત રાખવા નિર્ણય લીધો છે. અર્થતંત્રમાં પૂરતા પ્રમાણમાં રોકડ ઉપલબ્ધ રહે તે માટે જરૂર પડયે પગલાં ઉઠાવવામાં આવશે. ચાલુ નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં આર્થિક સુધારના સંકેત મળ્યા છે. એમએસએફ રેટ અને બેંક રેટ કોઈ પણ બદલાવ વિના 4.રપ ટકા અને રિવર્સ રેપો રેટ 3.3પ ટકા યથાવત છે.
દાસે વધુમાં કહ્યું કે ચાલુ નાણાંકીય વર્ષમાં અર્થતંત્ર (જીડીપી ગ્રોથ) માં 7.પ ટકાના ઘટાડાનું અનુમાન છે. ફૂગાવાનો દર ત્રીજા ત્રિમાસિક ગાળામાં 6.8 ટકા અને ચોથા ત્રિમાસિક ગાળામાં પ.8 ટકા રહી શકે છે.
આરબીઆઈએ કોન્ટેકટલેસ કાર્ડ પેમેન્ટ ર000ને બદલે પ હજાર સુધી કર્યુ છે. જે 1 જાન્યુ.ર0ર1થી લાગૂ થશે. આરટીજીએસ દ્વારા નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા ટૂંક સમયમાં ર4 કલાક ઉપલબ્ધ થશે. દેશની તમામ કોમર્શિયલ અને કોઓપરેટીવ બેંકોને નાણાંકીય વર્ષ ર0ર1માટે ડિવિડન્ડની જાહેરાત ન કરવા સૂચના આપવામાં આવી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer