બૈજીંગ, તા. 27 : ચીનમાં હજુ કોવિડ-19 સામેની રસી બધા નાગરિકો માટે ઉપલબ્ધ નથી અને ખાસ પ્રયોગ તરીકે અમુક લોકોને અપાય છે ત્યારે આ રસી કાળાબજારમાં વેચાવા લાગે તેવી ભીતિ છે.
હાલ ચીનમાં ત્યાંની બનેલી અને અમુક અન્ય દેશોની બનેલી રસી પ્રયોગાત્મક રીતે ઉપયોગમાં લેવાય છે. જે રસી સાવ તૈયાર છે તે ટેકનીકલી મોખરાના કામદારો માટે અનામત રખાઈ છે જેવા કે કોવિડ-19ના દર્દીઓની સારવાર કરતા મેડીકલ સ્ટાફને માટે અનામત રાખવામાં આવી છે. ચીનની વેકિસનને હજુ માન્યતા મળી નથી.
પશ્ચિમના દેશોમાં મોખરાના સ્ટાફથી વિરૂધ્ધ ચીનની રસી બનાવતી કંપનીઓ તેમની રસીના પરિણામો કે અસરકારતા જાહેર નથી કર્યા.
આના કારણે ચીનની રસી સફળ થઇ છે કે નહીં તે કહી શકાય નહીં. આમ છતાં લોકોએ આ રસી પાછળ દોટ મૂકી છે. ખાસ કરીને જે લોકોને ચીનની બહાર જવું છે કે જ્યાં મોટાભાગે કોરોના વાયરસ નાબુદ થઇ ગયો છે. હકીકતે ચીનમાં જે લોકોને સત્તાધારી સાથે જોડાણ છે અથવા પહોંચ છે તેમને આરસી મળી જાય છે. ચીનમાં મહામારી ફેલાયા પહેલા લોકો આરોગ્ય સંભાળ મેળવવા માટે કાં તો અંગત ઓળખાણનો લાભ લેતા હતા અથવા તો લાંચ રૂશ્વતનો ઉપયોગ કરતા હતા. એન્ટી ગ્રાફ ગ્રુપે કરેલા એક સર્વેમાં એશિયામાં આરોગ્ય સંભાળ મેળવવા દર પાંચમાંથી એક વ્યક્તિને લાંચ આપવી પડી હતી. ચીનમાં રસીને હજુ આખરી નિયમનકારી મંજૂરી નથી મળી છતાં પણ લાખો લોકોને ચીનમાં આ રસી આપવામાં આવી છે. હાલમાં સત્તાવાર રીતે આ રસીની આખરી અજમાયશ ચાલે છે.
ચીનમાં કોવિડ રસી માટે લોકોનો ધસારો: કાળાબજાર થવાનો ભય
