PDP નેતાએ કહ્યું : ગેરકાયદે પગલું, પુત્રી પણ કેદ; સરકાર ધાર્યું કરે છે : ઉમર
જમ્મુ, તા. 27 : કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફતીની મુશ્કેલી ફરી વધી ગઈ છે. પીડીપી પ્રમુખના પુત્રીએ જણાવ્યું હતું કે, તેમને ઘરમાં જ પાછાં નજરકેદ કરી દેવાયાં છે.
બન્નેને ઘરની બહાર જવાની છૂટ નથી, હકીકતમાં મહેબૂબા આજે પુલવામા પ્રવાસે જવાના હતા. ખુદ મહેબૂબાએ ટ્વિટ કર્યું હતું કે, મને ગેરકાયદે ઘરમાં કેદ કરાઈ છે.
છેલ્લા બે દિવસથી કાશ્મીર પ્રશાસન મને પુલવામા સ્થિતિ પક્ષના નેતા વહીદ ઉર રહેમાનના પરિવારને મળવાની મંજૂરી નથી આપતું, તેવું તેમણે ઉમેર્યું હતું.
આધારહીન આરોપો હેઠળ મને કેદ કરાઈ છે. સાથે મારી પુત્રીનેય નજરબંધ કરાઈ છે, તેવું કહેતાં પીડીપી નેતાએ આ પગલું અન્યાયી ગણાવ્યું હતું. ભાજપના મંત્રીઓ અને તેમના સાથીઓને કાશ્મીરના કોઈ પણ ખૂણે ફરવાની છૂટ છે, પરંતુ માત્ર મારા મામલામાં સુરક્ષાની સમસ્યા છે, તેવા પ્રહારો મહેબૂબાએ કર્યા હતા.
પુત્રી ઈલ્તીજા સાથે મુફતીની નજરકેદના સમાચાર મળતાં નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાહે સરકાર પોતાની મરજીથી કોઈને વ્યક્તિગત સ્વતંત્રતા આપે છે, તો કોઈની છીનવે છે.
કાશ્મીરમાં સ્થાનિક ચૂંટણી પહેલા ‘ગુપકાર’ ગઠબંધન ભંગાણ તરફ
શ્રીનગર, તા.ર7: કાશ્મીરમાં સતત વાદ-િવવાદમાં રહેલા 7 પક્ષોના રચાયેલા રાજકીય ગઠબંધન એવા પીપલ્સ એલાયન્સ ફોર ગુપકાર ડિકલેરેશન (પીએજીડી) ભંગાણ તરફ આગળ વધી રહયું છે. ગુરુવારે મહેબૂબા મુફતીના પક્ષ પીડીપીએ ફારૂક અબ્દુલ્લાના નેશનલ કોન્ફરન્સ પર ડીડીસી (િડસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કાઉન્સીલ) ની ચૂંટણીમાં બેઠકોની વહેંચણી મામલે થયેલી સમજૂતીનો ભંગ કરી ગઠબંધન વિરૂદ્ધ ઉમેદવારો ઉતાર્યાનો આક્ષેપ લગાવ્યો હતો. પીડીપીના જનરલ સેક્રેટરી ગુલામ નબી લોને કહયું કે ગુપકારના ચેરમેન ફારૂક અબ્દુલ્લાએ તુરંત આ મામલે દરમિયાનગીરી કરી સમીક્ષા કરવી જોઈએ. જે બેઠકો પર ગઠબંધનના ઉમેદવારો હોય ત્યાં તેમના પક્ષે ઉમેદવારો ઉતારવા ન જોઈએ. ગઠબંધનમાં થયેલી સમજૂતીનો ભંગ કરી ઉમેદવારો ઉતારવાથી પીએજીડીના નિર્માણનો જે હેતુ હતો તે સિદ્ધ થતો નથી. ગઠબંધને પહેલેથી ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.
મહેબૂબા મુફતી ઘરમાં નજરકેદ
