ભારત-િવયેતનામ સાથે મળીને લડશે : રાજનાથ અને જનરલ જુઆનની વર્ચ્યુઅલ બેઠક
નવી દિલ્હી, તા. 27 : ચીનને તેની જ ભાષામાં જવાબ આપવા માટે ભારતે રણનીતિ બનાવી લીધી છે. આ સંબંધમાં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વિયેતનામના સંરક્ષણ પ્રધાન જનરલ જુઆન લિચ વચ્ચે વર્ચ્યુઅલ બેઠકમાં ચર્ચા કરાઈ હતી.
બન્ને દેશોએ સંરક્ષણના મોરચે ભાગીદારીમાં ઘણો વધારો કર્યો છે. વર્ચ્યુઅલ બેઠકમાં સંબંધોને મજબૂત કરવા સાથે દ્વિપક્ષીય આદાન-પ્રદાનમાં વધારો કરવા અંગે ચર્ચા થઈ હતી.
ભારતીય ટેકનોલોજી, આર્થિક સહયોગ (આઈઈટીસી) હેઠળ વિયેતનામના સુરક્ષા કર્મી જવાનોને પ્રશિક્ષણ અપાય છે. ભારત અને વિયેતનામ પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણરેખા પર તેમજ દક્ષિણ ચીન સાગરમાં ચીનની આક્રમતા વિરુદ્ધ સાથે મળીને કામ કરે છે. ચીની જહાજોને દેશનાં આર્થિક ક્ષેત્રમાં ઘૂસતા રોકવા સહિતની કવાયતોમાં બન્ને દેશ સાથે મળી ચીનને તેની જ ભાષામાં જવાબ આપી રહ્યા છે. ભારતે 11 દેશોમાં મોબાઈલ પ્રશિક્ષણ દળોની પ્રતિનિયુક્તિ કરી છે, જેમાં વિયેતનામને સામેલ કરાયું છે. ભારતે પહેલાંથી જ વિયેતનામમાં ઘરેલુ રક્ષા વિનિર્માણને મજબૂત કરવા માટે રક્ષાપ્રલાણીઓનો વિસ્તાર કર્યો છે.
ચીનને તેની જ ભાષામાં અપાશે જવાબ : રાજનાથ
