મીતાણા પાસેથી લાઈટ ડીઝલ-ઓઈલ ચોરી કરતી ટોળકી ઝડપાઈ

મીતાણા પાસેથી લાઈટ ડીઝલ-ઓઈલ ચોરી કરતી ટોળકી ઝડપાઈ
રૂ. 48.46 લાખનો મુદ્દામાલ કબજે
ટંકારા, તા.ર7 : ટંકારાના મીતાણા ગામે આવેલી મોમાઈ હોટલ પાછળ લાઈટ ડીઝલ-ઓઈલની ચોરી થતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો અને રાજકોટના મોરબી રોડ જકાતનાકા પાસેના સતનામ પાર્કમાં રહેતા રમેશ દલીચંદ પટેલ નામના ટ્રાન્સપોર્ટર અને વાડીનારમાં મસ્જિદ પાસે રહેતા ટેન્કર ચાલક હુશેન ઓસમાણ નાયાણી વાઘેર અને વાડીનારમાં ગોવાડપડુમાં રહેતા ઈસ્માઈલ હુશેન સગાર તથા ટંકારાના પ્રભુનગર ગામે રહેતા જયદીપ કિશોર વ્યાસને ઝડપી લીધા હતા.
પોલીસે ડીઝલ-ઓઈલનો જથ્થો તથા ટેન્કર સહિત રૂ.48.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યે હતો. પોલીસે હાથ ધરેલી તપાસમાં જામનગર એસઆર કંપનીમાંથી રાજસ્થાન પંથકમાં એલડીઓનો જથ્થો ટેન્કરમાં ભરીને લઈ જવામાં આવતો હતો. ત્યારે મીતાણા પાસે ટેન્કરમાંથી ચોરી કરવામાં આવતી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer