1ર9ર કિલો ગાંજા સહિત રૂ.1.03 કરોડનો મુદ્દામાલ કબજે: વાડીમાલિકની ધરપકડ
ચોટીલા, તા.ર7: ચોટીલા પંથકમાં બેફામ દારૂ-જુગાર અને માદક પદાર્થોની હેરાફેરી અને ગાંજાનું વાવેતર કરવામાં આવતું હોવાના કિસ્સા સમયાંતરે પોલીસમાં નોંધાતા હતા ત્યારે ચોટીલાના ઝુંપડા (નાનીયાણી) ગામે રહેતા નરસી અરજણ ચોહાણ નામના ખેડુત દ્વારા તેની વાડીમાં તુવેરના પાકની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો.
પોલીસે દરોડા દરમિયાન તુવેરના પાક વચ્ચે ઉગાડવામાં આવેલા ગાંજાના 700 થી વધુ છોડ મળી આવતા રૂ.1.03 કરોડની કિંમતનો 1ર9ર કિલો ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો અને નરસી અરજણ ચૌહાણની ધરપકડ કરી હતી. પોલીસે વધુ તપાસ અર્થે રિમાનડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.
ઝૂંપડા (નાનીયાણી) ગામેથી ગાંજાનું વાવેતર ઝડપાયું
