11 ડિસેમ્બરે આખરી ફિટનેસ ટેસ્ટ ઇશાંત પૂરી ટેસ્ટ શ્રેણીની બહાર:
વન ડે ટીમમાં નટરાજનનો સમાવેશ
સિડની, તા.27: રોહિત શર્માની ઇજાને લઇને તસવીર સાફ નથીની સુકાની વિરાટ કોહલીની ફરિયાદના થોડા કલાકો બાદ બીસીસીઆઇએ સ્પષ્ટતા કરી છે કે આઇપીએલ બાદ પોતાના પિતા બિમાર હોવાને લીધે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા જઇ શક્યો નથી. આ સાથે બીસીસીઆઇએ એમ પણ કહ્યંy કે અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્મા ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધની 17 ડિસેમ્બરથી શરૂ થઇ રહેલી પૂરી ટેસ્ટ શ્રેણીની બહાર થઇ ગયો છે. કારણ કે તે હજુ સુધી ફિટ થઇ શક્યો નથી. જયારે રોહિત શર્માનો ફિટનેસ ટેસ્ટ 11 ડિસેમ્બરે થશે. એ પછી તેના ટેસ્ટ શ્રેણીમાં રમવા પર નિર્ણય લેવાશે.
અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે સુકાની વિરાટ કોહલીએ ગઇકાલે ગુરૂવારે કહ્યંy હતું કે રોહિત ઓસ્ટ્રેલિયા કેમ નથી આવ્યો તેની અમારી પાસે સ્પષ્ટ જાણકારી નથી. હવે આ મામલે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે એક નિવેદનમાં જણાવ્યું છે કે રોહિત શર્માના પિતા બિમાર હોવાથી તેને આઇપીએલ બાદ મુંબઇ પરત ફરવું હતું. હવે તેના પિતા ઠીક છે. તે એનસીએમાં રિહેબિલિટેશનની પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં 14 દિવસનો કવોરન્ટાઇન પીરિયડ ફરજિયાત હોવાથી તે પહેલા બે ટેસ્ટમાં રમવાની સ્થિતિમાં નથી.
રોહિત શર્માને આઇપીએલ દરમિયાન સ્નાયૂ ખેંચાઇ જવાની ઇજા થઇ હતી. જો કે તે ફાઇનલ અને તે પૂર્વેના બે મેચમાં નબળી ફિટનેસ સાથે મુંબઇ તરફથી રમ્યો હતો. એવા રિપોર્ટ છે કે જો રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા જશે તો બીસીસીઆઇ 14 દિવસના કવોરન્ટાઇન દરમિયાન તેને પ્રેકટીસની છૂટ માટેની વિનંતી કરશે.
બીસીસીઆઇએ આ ઉપરાંત નવદિપ સૈનીના બેક અપ માટે યુવા ડાબોડી બોલર ટી. નટરાજનનો વન ડે શ્રેણીમાં સમાવેશ કર્યોં હતો. તે આ પહેલા ફકત ટી-20 ટીમનો હિસ્સો હતો.
પિતાની બિમારીને લીધે રોહિત ઓસ્ટ્રેલિયા જઇ શક્યો નહીં : BCCIનો નવો તુક્કો
