ભારત તરફથી સૌથી ઓછા દડામાં 1000 રન પૂરા કરતો હાર્દિક

ભારત તરફથી સૌથી ઓછા દડામાં 1000 રન પૂરા કરતો હાર્દિક
સિડની, તા.27: ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયા આજે ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધના પ્રથમ વન ડેમાં 76 દડામાં 7 ચોક્કા અને 4 છક્કાથી 90 રનની આતશી ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન હાર્દિક પંડયા તેની વન ડે કેરિયરના 100 રન પૂરા કર્યાં હતા. તેનો આ પપમો વન ડે અને 39મી ઇનિંગ છે. તેને 1000 રન પૂરા કરવા માટે 43 રનની જરૂર હતી. પંડયાએ 23મી ઓવરમાં મેકસવેલના દડામાં છક્કો ફટકારીને આ સિધ્ધિ હાંસલ કરી હતી. તેણે 1000ના આંકડા માટે 8પ7 દડાનો સામનો કર્યોં છે. આ સાથે ભારત તરફથી સૌથી ઓછા દડામાં વન ડેમાં 1000 રન પૂરા કરનારો તે નંબર વન બેટ્સમેન બની ગયો છે. તેણે કેદાર જાધવને પાછળ રાખી દીધો છે. જાધવે 937 દડામાં 1000 રન પૂરા કર્યાં હતા. વિશ્વકક્ષાએ આ સૂચિમાં ટોચ પર વેસ્ટ ઇન્ડિઝનો આંદ્રે રસેલ છે. તેણે 767 દડામાં 1000 રન પૂરા કર્યાં છે. એ પછી ન્યુઝીલેન્ડનો વિકેટકીપર લ્યૂક રોચી છે. તેણે 807 દડાનો સામનો કર્યોં હતો. પાક. ના શાહિદ અફ્રિદીએ 834 દડામાં 1000 રન બનાવ્યા છે. જ્યારે કિવિ ઓલરાઉન્ડર કોરી એન્ડરસને 8પ4 દડામાં 1000 રન કર્યાં છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer