સિડની, તા.26: ઓસ્ટ્રેલિયાના સુપર સ્મિથે આજે ભારત સામેના પહેલા વન ડે મેચમાં 62 દડામાં આક્રમક સદી ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો છે. તે ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી ઝડપી સદી કરનારા બેટધરોની સૂચિમાં ત્રીજા સ્થાને આવી ગયો છે. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી ઝડપી સદીનો રેકોર્ડ ગ્લેન મેકસવેલના નામે છે. તેણે 201પમાં શ્રીલંકા વિરૂધ્ધ પ1 દડામાં સદી પૂરી કરી હતી. બીજા નંબર પર ઓલરાઉન્ડર જેમ્સ ફોકનર છે. તેણે 2013માં ભારત સામે પ7 દડામાં સેન્ચૂરી ફટકારી હતી. હવે સ્મિથ 62 દડામાં સદી પૂરી કરીને ત્રીજા સ્થાને આવી ગયો છે. આ સૂચિમાં ચોથા નંબર પર મેથ્યૂ હેડન છે. તેણે દ. આફ્રિકા સામે 66 દડામાં અને પાંચમા નંબર પરના આદમ ગિલક્રિસ્ટે શ્રીલંકા વિરૂધ્ધ 67 દડામાં સદી પૂરી કરી હતી.
ઓવર ઓલ વન ડે ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ દ. આફ્રિકાના એબી ડિ’િવલિયર્સના નામે છે. તેણે વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધ માત્ર 31 દડામાં આતશી સદી ફટકારી હતી. બીજા નંબર પર ન્યુઝીલેન્ડનો કોરી એન્ડરસન છે. તેણે 36 દડામાં સદી પૂરી કરી હતી.
સુપર સ્મિથે 62 દડામાં સદી કરી રેકોર્ડ રચ્યો
