ગિલને ક્રિકેટના પાઠ ભણાવતા કોચ શાત્રી

ગિલને ક્રિકેટના પાઠ ભણાવતા કોચ શાત્રી

સિડની તા.22: ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાત્રીએ આજે રવિવારે યુવા બેટસમેન શુભમન ગિલને ક્રિકેટના કેટલાક પાઠ ભણાવ્યા હતા. ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. જયાં ભારતીય ટીમ 3 વન ડે, 3 ટી-20 અને 4 ટેસ્ટ મેચ રમશે. વન ડે શ્રેણીની શરૂઆત શુક્રવારથી થશે. આ પછી બીજો મેચ 29મી અને ત્રીજો મેચ 2 ડિસેમ્બરે રમાશે. કોચ શાત્રીએ આજે ટિવટર પર એક ફોટો શેર કરીને લખ્યું છે કે ક્રિકેટ જેવી મહાન રમત પર ચર્ચા કરવાથી વધુ કાંઇ સારું નથી. ફોટામાં કોચ રવિ શાત્રી યુવા બેટસમેન શુભમન ગિલ સાથે ચર્ચા કરતા જોવા મળે છે. ગિલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં વન ડે અને ટેસ્ટ ટીમનો હિસ્સો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer